• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya North Gujarat University Has Increased The Wear And Tear Of Students For Admission In Integrated B.sc And M.sc.

પ્રવેશ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટીગ્રેટેડ B.sc અને M.scમાં પ્રવેશ માટે છાત્રોનો ઘસારો વધ્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે બે વિષયમાં માત્ર 8 છાત્રો હતા આ વર્ષે 65 છાત્રોએ પ્રવેશ માટે અરજી કરી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ધો 12 સાયન્સ પછી ઉજવળ કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે બીએસસી અને એમએસસી સમકક્ષ લાઇફ સાયન્સ અને કેમેસ્ટ્રી જેવા બે વિષયોમાં ઇન્ટીગ્રેટેડ બીએસી, એમએસસીની ડિગ્રી માટેનો અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે આ કોર્ષમાં પ્રવેશ માટે છાત્રોનો ઘસારો જોવા મળ્યો છે.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગત વર્ષથી ધો 12 સાયન્સ પછી સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા કેમેસ્ટ્રી અને લાઇફ સાયન્સ જેવા વિષયોમાં ઇન્ટીગ્રેટેડ માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે. જેમાં એક વાર વિદ્યાર્થીએ એડમીશન કરાવ્યા બાદ પાંચ વર્ષ પૂર્ણ થતાં આ અભ્યાસક્રમની માસ્ટર ડિગ્રી મેળવી શકાય છે. સાથે સાથે આ કોર્ષમાં ક્રેડીટ પણ વધારે આપવામાં આવે છે. જેથી સાયન્સમાં વિદ્યાર્થી પોતાની ઉજજવળ કારકિર્દી બનાવી શકે છે .

ગત વર્ષે બંને કોર્ષમાં ત્રીસ ત્રીસ બેઠકો ફાળવવામાં આવી હતી તેની સામે લાઈફ સાયન્સમાં 6 આ કેમેસ્ટ્રીમાં 2 મળી કુલ 8 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે કેમેસ્ટ્રી વિષયમાં પ્રવેશ મેળવવા માટે 40 વિદ્યાર્થીઓની અરજીઓ રજીસ્ટ્રેશન થવા પામી છે. જ્યારે લાઇફ સાયન્સ વિષયમાં 25 અરજીઓ નોંધાવા પામી છે.

ઇન્ટિગ્રેટેડ કોર્ષથી શુ લાભ થાય છે? કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું હતું કે, આ અભ્યાસક્રમમાં એડમીશન મેળવ્યા બાદ વિદ્યાર્થીને સૌથી મોટો ફાયદોએ થાય છે કે, જેમાં બીએસસી કે એમએસસીમાં કોઇપણ વિદ્યાર્થી એક વર્ષ કે બે વર્ષ બાદ અભ્યાસક્રમ છોડે ત્યારે તેને ડીગ્રી ડિપ્લોમાનું સર્ટીફીકેટ આપવામાં આવે છે. ખાસ કરીને ત્રણ વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને ગ્રેજ્યુએશન, ચાર વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીએ પીજી ડિપ્લોમાં ડિગ્રી અને પાંચ વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રીનું સર્ટીફીકેટ આપવામાં આવશે. આમ પાટણ યુનિવર્સિટીમાં સાયન્સ ક્ષેત્રે ઉજજવળ કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઇન્ટીગ્રેટેડમાસ્ટર ડિગ્રી અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...