દુઃખદ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટારનું હૃદયરોગના હુમલાથી નિધન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકારી રજિસ્ટ્રાર ડો. ધર્મેન્દ્રભાઈ પટેલના નિધનથી શિક્ષણ જગતને ન પુરી શકાય તેવી ખોટ પડી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે છેલ્લા ઘણા સમયથી પ્રસંશનીય ફરજ બજાવનારા ડો. ધર્મેન્દ્રભાઈ પટેલ (ડો.ડી.એમ.પટેલ) નું રવિવારની વહેલી સવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. જેથી તેઓના પરિવારજનો સહિત સમગ્ર યુનિવર્સિટી સ્ટાફ પરિવાર અને અધિકારીગણમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

સ્વર્ગસ્થ ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી વિભાગની વિવિધ શાખાઓની સાથે સાથે કાર્યકારી રજીસ્ટાર તરીકે ફરજ બજાવી સમગ્ર યુનિવર્સિટી સ્ટાફ પરિવાર અને અધીકારીઓમાં આગવી લોકચાહના પ્રાપ્ત કરી હોય તેઓના આકસ્મિક અવસાનથી શિક્ષણ જગતમાં અને યુનિવર્સિટીમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

અન્ય સમાચારો પણ છે...