તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા મોકુફ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આઠમી એપ્રિલથી શરૂ થનાર પરીક્ષાઓ મોકુફ રખાઇ

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનુસ્નાતક સેમિસ્ટરની 16 પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આઠમી એપ્રિલથી શરૂ થનાર 17 ઓફલાઇન પરીક્ષાઓ કોરોનાની મહામારીને લઇ વિદ્યાર્થી સંગઠનો તરફથી મળેલ રજૂઆતોને ધ્યાનમાં રાખીને હાલ પુરતી મોકુફ રાખવાનો નિર્ણય કરાયો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આઠમી એપ્રિલથી જુદી જુદી 17 પરીક્ષાઓ ઓફલાઇન શરુ કરવાની હતી. ત્યારે આજે વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ. દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને લઇ વિદ્યાર્થીઓમાં કોરોના બીમારીનું સંક્રમણ ન ફેલાય તે માટે ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન પરીક્ષા લેવાની માંગણી કુલપતિ સમક્ષ કરાઇ હતી.

તે રજૂઆતને ધ્યાનમાં લઇને યુનિ.ના કુલપતિ ડો. જે.જે. વોરાની સુચનાથી કાર્યકારી પરીક્ષા નિયામક ડો.ગિરીશ ઠક્કર દ્વારા આજે આઠમી એપ્રિલથી શરુ થનાર અનુસ્નાતક સેમિસ્ટરની 16 પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હોવાનો પરિપત્ર કરી દરેક કોલેજ, કો.ઓર્ડીનેટરો અને વિદ્યાર્થીઓને જાણ કરાઇ છે. અને આ પરીપત્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો