તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Hemchandracharya North Gujarat University Became The First Granted University In The State To Start An Oxygen Refilling Plant During The Corona Era.

લોકાર્પણ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કોરોના કાળમાં ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટી બની

પાટણ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
15 દિવસમાં 60 લાખના ખર્ચે ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો - Divya Bhaskar
15 દિવસમાં 60 લાખના ખર્ચે ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો
 • મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું.
 • માત્ર 15 દિવસમાં 60 લાખના ખર્ચે આ ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર થયો.
 • 13 કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતાના આ પ્લાન્ટથી એક સાથે 40 સિલીન્ડર ભરી શકાય છે.

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ઓક્સિજનની અછતને પગલે દર્દીઓને સારવાર મેળવવામાં મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ઓક્સિજન મેળવવા માટે દર્દીઓના સગાઓ વલખાં મારી રહ્યાં હતાં. ક્યાંક ઓક્સિજનની કાળાબજારી પણ થતી હતી. ત્યારે હવે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માત્ર 15 દિવસમાં 60 લાખના ખર્ચે ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

ઓક્સિજનનો ઉપયોગ જરૂર મુજબ થઈ શકશે
યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ઓક્સિજન પ્લાન્ટથી આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત પુરી થશે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં રિસર્ચ માટે અને ઉદ્યોગોમાં પણ આ ઓક્સિજનનો ઉપયોગ જરૂર મુજબ થઈ શકશે. મુખ્યમંત્રી રૂપાણીએ આ અવસરે કહ્યું હતું કે, ગુજરાતમાં ઓક્સિજનના અભાવે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદથી રાજ્યમાં ઓક્સિજન પુરવઠાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. જેમાં રોજની 250 ટન ખપતથી 1200 ટન થઈ તો પણ કોઈ તંગી થવા દીધી નથી.

કેન્દ્ર સરકારની મદદથી રાજ્યમાં ઓક્સિજન પુરવઠાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી
કેન્દ્ર સરકારની મદદથી રાજ્યમાં ઓક્સિજન પુરવઠાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી

કોરોનાની ત્રીજી લહેર સામે રાજ્ય સંપૂર્ણ સજ્જ છે
રૂપાણીએ ઉમેર્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર સામે રાજ્ય સંપૂર્ણ સજ્જ છે. જેનો એક્શન પ્લાન પણ જાહેર કર્યો છે. હવામાંથી ઓક્સિજન બનાવવાના પ્લાન્ટસ દ્વારા ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ગુજરાત ઓક્સિજનમાં પગભર થશે. સંભવિત થર્ડ વેવમાં ઓક્સિજન માંગને પહોચી વળવા 1150 મે.ટન થી વધારી 1800 મે. ટન ઓક્સિજન ક્ષમતા કરવાનું એકશન પ્લાનમાં આયોજન છે.

આરોગ્ય કમિશ્નરે પત્રકાર પરિષદમાં એક્શન પ્લાન રજુ કર્યો

 • કોવિડ ફેસિલિટી 1800થી 2400 કરવામાં આવશે.
 • રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ વગેરે દવાઓનો પૂરતો જથ્થો પ્રોક્યોર કરવામાં આવશે.
 • અટેન્ડન્ટની સંખ્યા 4 હજારથી વધારી 10 હજાર કરાશે
 • સર્વેલન્સ યુનિટની સંખ્યામાં 14 હજારથી વધારીને21 હજાર કરાશે
 • સર્વેલન્સની ટિમની સંખ્યામાં 21 હજારથી વધારો કરી 60 હજાર કરવાનો નિર્ધાર કર્યો છે.
 • સિટી સ્કેન મશીનની સંખ્યા 18થી વધારી 44 કરવામાં આવશે.
 • ધનવંતરી રથ અત્યારના રોજના 1.10 લાખ કેસની સાપેક્ષે 2.25 લાખ કેસ હેન્ડલ કરશે
 • સંજીવની રથ 28 હજારની સાપેક્ષે 60 હજાર કેસ ટ્રીટ કરશે.
 • રાજ્યની દરેક હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની માહિતી માટે એક નોડેલ ઓફિસર પણ નિમણુંક કરાશે.
અન્ય સમાચારો પણ છે...