• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya North Gujarat University B.Com Sem 1 Result Was 44 Percent, If Fair Verification Was Done It Became 74 Percent

છબરડો:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું બી.કોમ સેમ-1નું પરિણામ 44 ટકા આવ્યું, ફેર ચકાસણી કરાવવામાં આવી તો 74 ટકા થઈ ગયું

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 44 ટકા પરિણામ આવતા ટેકનિકલ ભૂલને લઈ રજુઆત કરતા ફરી ચકાસણીમાં પરિણામ સુધર્યું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા બી.કોમ સેમ 1 ની ઓનલાઈન પરીક્ષાના પરિણામમાં ટેકનિકલ ભુલના કારણે છાત્રો નાપાસ થયા હોવાનું બહાર આવતા ફરી ચકાસણી કરી પરિણામ જાહેર કરવામા આવતા સુધારા સાથે 74 ટકા પરિણામ આવવા પામ્યુ છે.

મોટાભાગના છાત્રો HRM વિષયમાં નાપાસ થયા હતા
યુનિવર્સિટીની B.COM સેમ 1 ની ઉતર ગુજરાત સંલગ્ન કોલેજૉ માં છાત્રોએ MCQ પદ્ધતિથી ઓનલાઇન પરીક્ષા આપી હતી.જેનું પરિણામ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવતા 44 ટકા જ પરિણામ આવ્યુ હતું.જેમાં મોટાં ભાગે છાત્રો કોમન HRM (હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ) વિષયમાં જ નપાસ થયા છે

ફેર ચકાસણીમાં 30 ટકા પરિણામ વધી ગયું!
જેથી ચકાસણીમાં ભૂલ થતા છાત્રોની પરીણામ બગડ્યા હોવાની રજૂઆત આધારે પરીક્ષા વિભાગ દ્વારા વેબસાઈટ ઉપરથી આ પરિણામ હટાવી એજન્સી દ્વારા ફરી ચકાસણી કરી બે દિવસ અગાઉ છાત્રોના ​​​​​​​પરિણામની જાહેર કરવામાં આવતા 30 ટકા જેટલા વધુ છાત્રો પાસ થયા છે.અગાઉ 44 ટકા જાહેર થયેલ પરિણામ સુધારો થઈ 74 ટકા આવવા પામ્યુ છે.તેવું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...