• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya North Gujarat University Alleging Non compliance Of Rules In The Recruitment Process Submitted For Suspension Of Recruitment

ધારાસભ્યની માગ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં નિયમોનું પાલન ના કરાયું હોવાનો આક્ષેપ ભરતી સ્થગિત કરવા રજૂઆત

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ ધારાસભ્ય દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ચાલી રહેલ ભરતી પ્રક્રિયામાં યુનિવર્સિટીની જોગવાઈ અને સરકારની સૂચનાઓને નજર અંદાજ કરવામાં આવી હોવાની રાવ સાથે પાટણ ધારાસભ્ય દ્વારા આ મામલે તપાસ કરી ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે તેવી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર , ડેપ્યુટી રજીસ્ટ્રાર નાયબ ઇજનેર , એકાઉન્ટ ઓફિસર ગ્રંથપાલ સહિતની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે અંગે નિમણૂક પ્રક્રિયા પણ કરાઈ રહી છે.જેમાં જાહેરાતમાં મહિલા અનામતને ધ્યાને લેવાઇ ના હોય , ભરતી પરીક્ષામાં ઉમેદવાર અને પૂરતો સમય આપવામાં ન આવ્યો હોય , યુનિવર્સિટીની જોગવાઈઓ તેમજ સરકારની સૂચનાઓ નજર અંદાજ કરી ભષ્ટ્રાચાર આચરવા ઝટપટ પ્રક્રિયા કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આ ભરતી પ્રક્રિયા મામલે તપાસ કરી હાલમાં ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે તેવી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...