ભરતી માટે પરીક્ષા:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.માં કાયમી આસીસ્ટન્ટ રજીસ્ટારની ભરતી માટે રવિવારના રોજ લેખીત પરીક્ષા

પાટણ24 દિવસ પહેલા
  • પરીક્ષા કેન્દ્રના 18 બ્લોકમાં 200થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કાયમી આસીસ્ટન્ટ રજીસ્ટારની ભરતી માટે તા.4 સપ્ટેમ્બર રવિવારના રોજ લેખીત પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્રના 18 બ્લોકમાં 200થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે.
200 થી વધુ ઉમેદવારો રજીસ્ટ્રેશન થયા
રાજય સરકારના આદેશ અનુસાર પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નિયમોને આધીન વહીવટી પોસ્ટની જગ્યાઓ જાહેરાત દ્વારા બહાર પાડવામાં આવી હતી. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં આસીસ્ટન્ટ રજીસ્ટારની ભરતી માટે લેખીત પરીક્ષાઓ યોજવામાં આવી છે જે અનુસંધાને પાટણ યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટારની ભરતી માટે પાટણ-ઊંઝા હાઇવે સ્થિત લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના પરીક્ષા કેન્દ્રના 18 બ્લોકમાં તા.4થી સપ્ટેમ્બર રવિવારના રોજ લેખીત પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં 200 થી વધુ ઉમેદવારો રજીસ્ટ્રેશન થયા છે.

40થી વધુ ગુણ મેળવેલા ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવાશે
આસીસ્ટન્ટ રજીસ્ટારની પરીક્ષા ઓએમઆર પધ્ધતિથી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં યોજાશે. આ પરીક્ષામાં 40 માર્કસથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે કોલ લેટર આપવામાં આવશે. તો પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા સ્પેશ્યલ કમીટીની પણ રચના કરવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ યુજીસીની વેબસાઇટ પર રવિવારની સાંજે જ પરીણામ જાહેર કરવામાં આવશે અને 40 ટકાથી વધુ ગુણ મેળવેલા ઉમેદવારોને આગામી 10 સપ્ટેમ્બરના રોજ ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે તેવું રજીસ્ટાર રોહિત દેસાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...