સન્માન કાર્યક્રમ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિના લોના ભૂતપૂર્વ વિધાર્થીઓનો સન્માન ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • 9 વિદ્યાર્થીઓને સ્ટાર એવોડ આપી સન્માન કરાયું

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાયદો અને અનુસ્નાતક વિભાગ દ્વારા ગાધીસ્મૃતિ હોલ ખાતે ભૂતપૂર્વ વિધાર્થીઓને સન્માનવાનો ઉત્કર્ષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટણના ગાંધીસ્મૃતિ હોલ ખાતે યુનિવર્સિટીના કાયદો અને અનુસ્નાતક વિભાગ દ્વારા ઉત્કર્ષ 2022 કાર્યક્રમ કુલપતિ ડો.જે.જે.વોરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે કુલપતિએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં લીગલી કાયદાનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તરીકે યશ અને કારકિર્દીના સારા સોપાનો સર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હજુપણ તેમાં ઉત્તરોત્તર વધારો થાય તેવો અનુરોધ કર્યો હતો.

ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા યુનિવર્સિટીના કાયદો અને અનુસ્નાતક વિભાગના વિધાર્થીઓએ વિવિધ ક્ષેત્રમાં હાંસલ કરેલ સિધ્ધિઓ બદલ 9 જેટલા વિધાર્થીઓને સ્ટાર એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે યુનિવર્સિટી લો વિભાગના એચઓડી સ્મિતાબેન, સહિત વિવિધ વિભાગના પ્રોફેસરો તેમજ લો વિભાગના સીનીયર-જૂનીયર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા..

અન્ય સમાચારો પણ છે...