NSUIનો વિરોધ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફી માફીની માગ સાથે તાળાબંધી કરી

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફી માફીનો પરિપત્ર ચાલુ રાખવાની માંગ કરી વિરોધ માટે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેસી રહ્યા પરંતુ કુલપતિ આવ્યા જ નહીં

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ,પાટણ ના કુલપતિ ડૉ. જે.જે.વોરા દ્વારા અનુસ્નાતક છાત્રોની ફી માફીનો પરિપત્ર રદ કર્યા બાદ એ.બી.વી.પી અને એન.એસ.યુ.આઇ ના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે સોમવારે NSUI દ્વારા કુલપતિ સામે કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો.

તો એબીવીપીના કાર્યકરો કુલપતિના વિરોધ માટે રાહ જોઇને બેસી રહ્યા હતા. પરંતુ સતત બે દિવસની રજા બાદ પણ કુલપતિ વહીવટી ભવનમાં જ ન આવતા કાર્યકરોમાં કુલપતિ સામે ભારે રોષ ફૂટી નીકળ્યો છે.અને જ્યાં સુધી ફરી ફી માફીનો પરિપત્ર અમલીકરણ નહિ કરવામાં આવે ત્યાં સુધી કુલપતિ સામે આંદોલન શરૂ રાખી વધુ આકર્ષક વિરોધ કરવામાં આવશે તેવી વિદ્યાર્થી સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આજરોજ સોમવારે એનએસયુઆઇના કાર્યકરો કુલપતિને ફી માફીનો પરિપત્ર રદ કર્યા તે મામલે રજૂઆત કરવા માટે આવ્યા હતા પરંતુ કુલપતિ હાજર ન હોય કાર્યકરો ઉશ્કેરાયા હતા.

યુનિવર્સિટીના વહીવટી ભવન ના મુખ્ય ગેટ ની લોખંડ ની જાળી ને તાળાં મારી દીધા હતા અને ત્યાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ જાળી ને તાળું મારીને જ ત્યાંથી નીકળી ગયા હતા જેને લઇને યુનિના કર્મચારીઓ યુનિવર્સિટીમાં જ પૂરાઈ જવા પામ્યા હતા ત્યારબાદ યુનિવર્સિટીના કર્મચારીઓએ તાળા તોડી ને જાળી ખુલ્લી કરી હતી ત્યારે એન એસ યુ આઈ ના વિરોધ પ્રદર્શન ને પગલે પીલીસ પણ આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...