મેગા પ્લેસમેન્ટ કેમ્પ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રોજગાર કેમ્પમાં યોજાયો, 13 કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આજે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં 13 કોલેજના વિદ્યાર્થીઓ જોબ મેળવવા માટે આવ્યા હતા. જેમાં અત્યાર સુધી 65 ટકા જેટલા વિદ્યાર્થીઓનું સિલેકશન થયું હતું.

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા પાટણ જિલ્લાની 13 સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજો ( આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો, બીએડ, બીબીએ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ) ના વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે હેતુથી સરકારી ઇજનેરી કોલેજ દ્વારા પ્લેસમેન્ટ કેમ્પનું આજે ગુરુવારે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં રાજ્યભરની 40 થી વધારે નોકરીદાતા કંપનીઓ ઉપસ્થિત રહી હતી. જેમાં વિવિધ જગ્યાઓ માટે હાજર રહેલ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લઈ લાયકાત પ્રમાણે નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. આ પ્લેસમેંટ કેમ્પમાં 40 થી વધારે કંપનીઓ અને 770 જેટલી વકન્સીઓ હતી જેમાં અત્યાર સુધી માં 65 ટકા જેટલા વિધાર્થીઓ સિલેકશન કરવામાં આવ્યું હતું. સરકારી ઈજનેરી કોલેજના ટ્રેનિંગ અને પ્લેસમેટ ઓફિસર પ્રોફેસર એસ.જી.પ્રજાપતિ જણાવ્યું હતું કે મેગા જોબ પ્લેસમેન્ટ માં 40 જેટલી કંપની આવી હતી જેમાં 770 જેટલી વેકન્સી હતી જેની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યુનિવર્સિટીના મેથેમેટીક્સ, કેમિસ્ટ્રિ, લાઇફ સાઇન્સ અને ફિજિક્સ વિભાગ માં રાખેલ હતી જેમાં 65ટકા વિદ્યાર્થીઓની જોબ માટે સિલેકશન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...