રશિયાની ખેલાડીને હરાવીને સિદ્ધિ મેળવી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ખેલાડી વૈદેહી ચૌધરી ITF વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં સિંગલ્સ ચેમ્પિયન બની

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ખેલાડી વૈદેહીએ ગ્વાલિયરમાં સિટી સેન્ટર ટેનિસ કોમ્પ્લેક્સ ખાતે રવિવારે ૨માયેલી વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં રશિયાની સેનિયા લાસ્ક્રુતોવાને 7-5, 6-4થી હરાવીને આ સિદ્ધિ મેળવી છે. પ્રોફેશનલ સર્કિટમાં તેનું આ પહેલું સિંગલ્સ ટાઇટલ છે. તેણે આ અગાઉ શનિવારે વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં રશિયાની સેનિયા લાક્કુરોવા સાથે જોડી બનાવી ગુજરાતની સૌમ્યા વીગ અને મહારાષ્ટ્રની વૈષ્ણવી અડકરની જોડીને હરાવી વિમેન્સ ડબલ્સમાં પહેલું ટાઇટલ જીત્યું હતું. આ જીતમાં વૈદેહીને ટ્રોફી અને 15,000 ડોલરનું ઈનામ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...