પાટણમાં જનતા હોસ્પિટલ દ્વારા ત્રીજી લહેરમાં કોરોના અંગે લોકો તેમજ દર્દીઓને મૂંઝવણમાં યોગ્ય માર્ગદર્શન મળે તેવા હેતુથી નિશુલ્ક હેલ્પલાઇન જનસેવા સારથી માર્ગદર્શન સેન્ટર શરૂ કર્યુ છે.જેમાં ફિઝિશિયન ડોક્ટરનો 24 કલાકમાં ગમે ત્યારે સંપર્ક કરી યોગ્ય મદદ અને માર્ગદર્શન મેળવી શકશે.
પાટણમાં બીજી લહેરનો લોકોમાં ભય હોય ત્રીજી લહેરમાં સામાન્ય લક્ષણોમાં પણ કોરોના સમજીને ગેરમાર્ગે દોરાઇ મુશ્કેલીમાં મુકાતા હોય છે.ત્યારે ત્રીજી લહેર શહેર સહિત જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય લોકોને કોરોનાને લઇ ગેરમાર્ગે ન દોરાય, સામાન્ય બીમારીઓમાં ભય અનુભવી માનસિક તણાવમાં ન આવે અને કોરોનાને લગતી ટેસ્ટથી સારવાર સુધીની તમામ માહિતીઓ યોગ્ય મળે તેવા હેતુથી પાટણ જનતા હોસ્પિટલમાં જનસેવા સારથી માર્ગદર્શન સેન્ટર શરૂ કર્યું છે.
જેમાં ફિઝિશિયન ડૉ. હિમાંશુ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા લોકોને કોરોના અંગેની તમામ માહિતી અને સારવાર માટે માર્ગદર્શન અપાશે. સંપર્ક માટે હેલ્પલાઇન નંબર 8320480931 જાહેર કર્યાનુંું ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.