પાટણ સહિત જિલ્લામાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી રાજ્યમાં ઠંડી વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે. કેમ કે, હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે.
પાટણ શહેર માં છેલ્લા બે દિવસ દિવસભર ઠંડા પવન ફંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે જ દિવસે પણ ઠંડીનો અહેસાસ થયો હતો. જેના લીધે પારો ગગડ્યો હતો. કડકડતી ઠંડીના લીધે દિવસ દરમિયાન પણ લોકો ઘરમાં પૂરાઇ રહ્યા હતા. સાથે જ લોકો સવારથી જ ગરમ કપડામાં લપેટાયેલા રહ્યા અને રાત્રે તાપણા કરતાં જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.