નિર્ણય:પાટણ શહેરમાં સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માતોની ઘટનાઓ અટકાવવા માટે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણયો લેવાયા
  • ભારે વાહનો બારોબાર નીકળી શકે તે માટે શહેરની ફરતે રીંગ રોડ બનાવાશે

પાટણ શહેરમાં બનતી અકસ્માતોની ઘટનાઓ અટકાવવા માટે રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં સાંજે 6:00થી રાત્રે 9:00 સુધી શહેરમાં ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે આગામી બે દિવસમાં કલેક્ટર જાહેરનામું પ્રસિદ્ધ કરશે. આ ઉપરાંત ભારે વાહનો બારોબાર નીકળી શકે તે માટે શહેરની ફરતે રિંગરોડ બનાવાશે જે આગામી 2થી 5 વર્ષમાં તૈયાર થશે.

તાજેતરમાં શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પર ટ્રેલરની અડફેટે યુવકના મોતની ઘટના બાદ પાટણ કલેક્ટર કચેરી ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલની મળેલી બેઠકમાં શહેરમાં અકસ્માતોની ઘટના અટકાવવા માટે ટૂંકા મધ્યમ અને લાંબાગાળાની ત્રણ પ્રકારની સ્ટેટેજી નક્કી કરી હતી. શહેરમાં ભારે વાહનો ફુલ સ્પીડે ન દોડે તે માટે ભારે વાહન 30થી વધુની સ્પીડે જણાય તો કોઈપણ નાગરિક તંત્ર દ્વારા નક્કી કરાયેલા નંબર પર જાણ કરી શકશે અને તે વાહન માલિક સામે કાર્યવાહી થશે.

આ બાબતે વાહનના આગળ અને પાછળના ભાગે લખાણ લખવાનું રહેશે સાથે શહેરના 234 સીસીટીવી કેમેરા મારફતે પણ ચેકિંગ કરાશે જેમાં કોઈ વાહન ઓવર સ્પીડ દોડતું જણાશે તો તેવા અને દંડ કરાશે. રેતી ભરેલા ડમ્પરો બ્રિજ પરથી પસાર થતી વખતે રેતી રસ્તા પર પડતાં કોઈ વાહન સ્લીપ ન મારે તે માટે હવે દર અઠવાડિયે ડમ્પરના માલિકો દ્વારા બ્રિજ પર સાફ સફાઈ કરાશે તેઓ નિર્ણય પણ લેવાયો હતો. આ ઉપરાંત વાહનો ડાયવર્ટ થઈ શકે તે માટે બે રસ્તાઓ વધુ સારા બનાવાશે.

જેમાં એમ.કે સ્કૂલથી ડાબી બાજુ વળી સુજલામ સુફલામ કેનાલ રોડને મરામત કરી ત્રણેક માસમાં સારો બનાવાશે સાથે લાઈબ્રેરી થઈ સ્પોર્ટ્સ સંકુલ થઈ હારીજ ત્રણ રસ્તા જતા રસ્તાને પણ સારો બનાવાશે જેથી નાના વાહનો અહીંથી પસાર થવામાં સરળતા રહેશે. મિટિંગમાં કલેકટર સુપરીતસિગ ગુલાટી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા આરટીઓ ઓફિસર બિલ્ડર એસોસિએશન રેત સપ્લાય એસોસિએશન ટ્રાન્સપોર્ટ એસોસિએશન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સિદ્ધપુર ચાર રસ્તાથી વૈકલ્પિક રસ્તો મળતો નથી
પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પર હાલમાં ઓવર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ અકસ્માત પણ બને છે ત્યારે ત્યાંથી પસાર થતા ભારે વાહનો ડાયવર્ટ કરવા માટે ચર્ચા વિચારણા કરી હતી પરંતુ ત્યાંથી ભારે વાહનો પસાર કરવા માટેનો વૈકલ્પિક રસ્તો મળ્યો નથી. એક રસ્તા પર ભારે વાહનો ડાયવર્ટ કરવાની વિચારણા કરી હતી પરંતુ તે રેસિડેન્ટ વિસ્તાર હોવાથી ત્યાંથી વાહન પસાર કરવા અકસ્માતની ભિતી રહેલી હોવાથી ભારે વાહનો ડાયવર્ટ કરી શકાય તેમ નથી જેથી હાલમાં ડાઇવર્ટ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...