ટ્રાફિક જામ:પાટણમાં નવરાત્રિને લઈ બજારોમાં ખરીદીની ભારે ભીડ, ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોને હાલાકી

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજારોમાં ખરીદીની ભીડ જામતાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં

આજથી માં જગદંબાના નવલા નોરતાની શરૂઆત થઇ ચૂકી છે. કોરોનાકાળ બાદ શરતોનો આધિન ગરબા રમવાની મંજૂરી મળતાં ખૈલેયાઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જેને લઇ પાટણની બજારોમાં ખરીદીની ભારે ભીડ જામી છે. પાટણની બજારોમાં ખરીદીની ભીડ જામતાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

પાટણ શહેરમાં નવરાત્રિ સહિત વિવિધ તહેવારોના પર્વ શરૂ થઈ રહ્યા હોય બજારોમાં લાંબા સમય બાદ ખરીદી અર્થે દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે શહેરના મેઇન બજારમાં બગવાડા દરવાજાથી લઇ ત્રણ દરવાજા સુધીની મુખ્ય બજાર માં ખરીદી અર્થે લોકોની ભારે ભીડ તેમજ શહેરમાં અવરજવર કરવાનું એકમાર્ગીય મુખ્ય રસ્તો હોય સવારે અને સાંજના સમય ભારે ભીડ થઈ જતા વાહન ચાલકોને પસાર થવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...