તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:પાટણ, સિદ્ધપુર અને ચાણસ્મામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી વહેતા થયા

પાટણ21 દિવસ પહેલા
  • ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ થતા ધરતીપુત્રોએ રાહત અનુભવી

પાટણ જિલ્લામાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. મોડી સાંજે પાટણ શહેર, સિદ્ધપુર અને ચાણસ્મામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

પાટણ પંથકમાં ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદ બાદ મેઘરાજાએ જાણે કે પાટણવાસીઓ સાથે રિસામણા લીધા હોય એમ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ના પડવાના કારણે ખેડૂતો દ્વારા કરાયેલ વાવેતર ફેલ જવાની ભીતિ ઉભી થવા પામી હતી.તો વરસાદ નહીં વરસતા અસહ્ય ઉકળાટ વચ્ચે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા હતા.

ત્યારે જન્માષ્ટમીની સમી સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા પવનના સુસવાટાભેર વીજળી સાથે મેઘરાજાએ પાટણ શહેર સહિત સિદ્ધપુર અને ચાણસ્મા ધોધમાર વરસાદ થી પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

તો જગતના તાત ના ચહેરાઓ પણ ખીલી ઉઠયા હતા.પાટણ શહેરમાં ધીમી ધારે શરૂ થયેલા મેઘરાજા ને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી. ઘણા સમયના વિરામબાદ મેઘરાજાના આગમન ને વધાવવા નાના મોટા સૌ કોઈ લોકો વરસાદમાં ભીંજાઇને મેઘરાજાના આગમનને આવકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...