ખેડૂતો ઉપર કુદરતી આફત:રાધનપુરના કમાલપુર ગામમાં હિમવર્ષા થતાં પાકને મોટા પાયે નુકસાન

પાટણએક મહિનો પહેલા

પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસ થી હડ થીજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે રાધનપુરના કામલપુર ગામના ખેડૂત એ કરેલ એરંડાના વાવેતરમાં હિમવર્ષા પડતા એરંડા બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામના ખેડૂત ઊપર કુદરતી આફત આવતા ખેડૂત એ વાવેતર કરેલા એરંડાના વાવેતરમાં હિમવર્ષા થતાં ખેડૂતોનાં વાવેતર કરેલા એરંડા બળીને ખાખ થઈ જતાં ખેડૂત સોમાભાઈ શીવાભાઈ ભરવાડના વાવેતર કરેલા પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. ભરવાડ ભીખાભાઇનાં જણાવ્યા અનુસાર હિમવર્ષા થતાં ખેડૂતોનાં બિન પિયત પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયાની ભીતિ સર્જાઈ છે તો ખેડૂતોની હાલત કફોડી થઇ ચૂકી છે .

વધુમાં ભીખાભાઇ ભરવાડ એ જણાવ્યું હતું કે, કમાલપુર ગામ ખાતે આશરે 20 થી 25 ઓરીયાવા જમીનમાં હિમવર્ષા ને કારણે એરંડા બળીને ખાખ થઈ જતાં ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી સર્જાઈ છે.ત્યારે સરકાર ખેડૂતોને વાહરે આવે તેવી ખેડૂતો ની માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...