જીવલેણ અકસ્માત:પાટણના અઘાર નજીક બે રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર, એક મહિલા અને બાળકનું મોત

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ-ડીશા હાઇવે પર અધાર ગામ પાસે આજે વહેલી સવારે બે રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં બને રીક્ષામાં સવાર લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલા અને બાળકનું મોત થયું હતું.

પાટણ જિલ્લામાં અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે પાટણ-ડીશા રોડ પર આજે સવારે અઘાર ગામ પાસે આવેલ ગોગ મહારાજના મંદિર નજીક બે રીક્ષા સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા રીક્ષામાં સવાર લોકો ઘાયલ થતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન એક મહિલા અને એક બાળકનું મોત થયું હતું. અકસ્માત સમાચાર મળતા લોકોના ટોળા એકત્ર થયા હતા .

મૃતકના નામ
મકવાણા દમયતિબેન પ્રકાશભાઇ
ભુમિકા બેન પરમાર સાકરબેન

અન્ય સમાચારો પણ છે...