તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:બદલી મામલે રાધનપુરમાં 19 પ્રાથમિક આચાર્યની સુનાવણી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિગતો એકત્ર કરી શિક્ષણ નિયામકને રિપોર્ટ કરાશે

જિલ્લાના તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બાબુભાઈ ચૌધરીએ કરેલી શિક્ષકોની બદલીઓનો વિવાદ સર્જાયા બાદ અગાઉના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ પણ ખોટી રીતે બદલી કર્યાની શિક્ષણ નિયામકને ફરિયાદ મળતાં પ્રાથમિક શિક્ષણ નિયામકે બદલી પામેલા 22 શિક્ષકોની બદલી રદ કરવા અને બદલી પામેલા 19 એચ ટાટ આચાર્યોને સાંભળી રિપોર્ટ કરવા માટે સૂચના અપાતાં ડીપીઇઓ બીપીનભાઈ પટેલે 22 શિક્ષકોની બદલીઓ રદ કરી હતી ત્યારબાદ બુધવારે રાધનપુર બીઆરસી ભવન ખાતે 19 એચ ટાટ આચાર્યોને સુનાવણીમાં સાંભળાયા હતા.

તેમજ ક્યારે બદલી કરવામાં આવી હતી કેમ બદલી કરવામાં આવી હતી શું પ્રશ્નો હતા તે તમામ વિગતો મેળવવામાં આવી હતી. આચાર્યોને સાંભળ્યા બાદ તેમનો વિગતવાર રિપોર્ટ નિયામકને મોકલવામાં આવશે. ગુરુવારે હારીજ મોડલ સ્કૂલ ખાતે 27 શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પણ બોલાવાયા છે. ત્યાં શિક્ષકોને સાંભળવામાં આવશે અને સીનીયોરીટી પ્રમાણે સ્થળ પસંદગી અપાઇ છે કે કેમ તેની તપાસ પણ કરાશ

અન્ય સમાચારો પણ છે...