તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:શંખેશ્વરમાં આરોગ્ય કર્મચારી પર થયેલ હુમલાના આરોપીને સજા થાય તે માટે આરોગ્ય કર્મચારીઓએ રજૂઆત કરી

પાટણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય કર્મચારીઓએ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપ્યું

પાટણ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ શંખેશ્વરમાં આરોગ્ય કર્મચારી પર થયેલ હુમલાના આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં કોરોના વેક્સિનના કેમ્પમાં આરોગ્ય કર્મીને માર મારવા બદલ ગામના ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આરોગ્ય કેમ્પ માં આરોપીઓ દ્વારા આરોગ્ય કર્મીએ ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સોમવારે આરોગ્ય કર્મીઓના કર્મચારી મહાસંઘ દ્વારા કોરોના વોરિયર્સ પર થયેલા હુમલાને વખોડી આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા કલેક્ટર અને ડીડીઓ અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાના શંખેશ્વરમાં આરોગ્ય કર્મી પર થયેલા હુમલાના વિરોધમાં સોમવારે સવારે આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્યકર્મીને માર મારવાના વિરોધમાં કલેક્ટર અને ડીડીઓને રજૂઆત કરી હતી. લોકોની સુરક્ષા માટે જીવન જોખમે કામગીરી કરતા હોઈ તેમની સાથે આવા બનાવો બનતા ઘટના વખોડી ફરિયાદ દાખલ થયેલ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને આગામી સમયમાં કર્મચારીઓની સુરક્ષા માટે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પાટણ સહીત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો