પાટણ શહેર તાલુકા અને જિલ્લામાં વ્યસન મુક્તિ અંગે સતત રચનાત્મક પ્રવૃતિઓ કરી રહેલા આરોગ્ય વિભાગના કર્મચારી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક નરેશભાઈ પટેલ દ્વારા પાટણ તાલુકાના મણુંદ ગામે વ્યસન મુક્તિનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં તેમણે બાળકો તેમજ ઉપસ્થિત લોકોને વ્યસનથી થતી બરબાદી અંગે સમજ આપી વ્યસનથી દૂર રહેવા શિખામણ આપી હતી.વ્યસનમુક્તિ કાર્યકર નરેશભાઈ પટેલ દ્વારા અત્યાર સુધીમાં અસંખ્ય લોકોને બીડી, સિગારેટ, તમાકુ અન્ય વ્યસનો છોડાવ્યા છે એટલું જ નહીં તેઓ દ્વારા વ્યસન મુક્ત થયેલા લોકોને કાઉન્સિલિંગ કરીને પ્રોત્સાહિત કરે છે.
પાટણના બાલીસણા ગામના વતની અને બનાસકાંઠાની શાળાના શિક્ષક નીલમભાઈ પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લાની માહિતી ઝબ્બા ઉપર ચિતરાવીને આકર્ષણ જમાવ્યું હતું જેનાથી પ્રેરિત થઈ નરેશભાઈ વ્યસનમુક્તિ અંગેની તેમની કામગીરી વધુ અસરકારક બને તે માટે તેમણે વ્યસન અને તેના સૂત્રો ઝબ્બા ઉપર ચિતરાવીને આકર્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે. નરેશભાઈ પટેલે જણાવ્યું કે મારી પ્રવૃત્તિઓથી સુમાહિતગાર નીલમભાઈ પટેલે જ આ અંગે પ્રેરણા કરી હતી અને તેમણે જ વ્યસનો અંગેના સૂત્રો, જાણકારી પ્રિન્ટિંગ કરીને આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.