અન્યાય સામે અવાજ:સિદ્ધપુરના અર્બન હેલ્થ ઓફિસર આશા વર્કર બહેનોને વારંવાર છુટા કરી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશા વર્કર બહેનોને છુટા કરી દેવાની ધમકી આપતા આખરે આશા વર્કર બહેનોએ અવાજ ઉઠાવ્યો

સિદ્ધપુરમાં આશાવર્કર બહેનોની અર્બન હેલ્થ મેડિકલ ઓફિસર સામેની નારાજગી સામે આવી છે. વર્ષોથી કામગીરી કરતી આશા વર્કર બહેનોની ફરિયાદ છે કે નવા આવેલા અર્બન હેલ્થ મેડિકલ ઓફિસર ડો કેયા ચૌધરી પોતાની મનમાની કરીને આશા વર્કર બહેનોને યેનકેન પ્રકારે હેરાનગતિ કરીને ત્રાસ આપી રહ્યા છે. તેવો આક્ષેપ કર્યો હતો.

વારંવાર છુટા કરી દેવાની ધમકી
સિદ્ધપુરમાં આશા વર્કર બહેનો વર્ષોથી પોતાની સેવાઓ આપી લોકવ્યાપી યોજનાઓની કામગીરી કરીને લાભાર્થીઓને લાભ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પરંતુ આજ આશા વર્કર બહેનો હવે પોતાની કહેવાથી મેડમ એવી અર્બન હેલ્થ મેડિકલ ઓફિસર ડો કેયા ચૌધરી વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવીને ન્યાય માંગવા મજબૂર બની છે. આશા વર્કર બહેનોએ ગુરુવારે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમારા કેયા ચૌધરીબેન અમોને વારંવાર છુટા કરી દેવાની ધમકીઓ આપે છે અને આશા વર્કરોના મોઢા પણ જોવા નથી માંગતા તેવા વાક્યો બોલીને અપમાનિત કરે છે. આ ઉપરાંત આ ડોકટર આશા વર્કર બહેનોને મીટીંગ માટે હેલ્થ સેન્ટર ખાતે બોલાવીને પછી પોતે જ ગાયબ થઈ જાય છે અને આશા વર્કર બહેનોને કલાકો સુધી રાહ જોઈને બેસાડી રાખે છે. આશા વર્કર બહેનો અર્બન હેલ્થ ઓફિસર કેયા ચૌધરીથી કંટાળતા તેઓએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવીને ન્યાયની માગણી કરી છે.

સિવિલમાં માત્ર 20 કાર્ડ જ નીકળે
આશા વર્કર બહેનોનો આક્ષેપ છે કે દરેક આશા વર્કર બહેનને દરરોજ નવા 20 લાભાર્થી શોધીને આયુષ્યમાન કાર્ડ કાઢવાના ટાર્ગેટ પૂરો કરવાનું કહેવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે દરેક બહેન જો 20 કાર્ડ કઢાવવા જાય તો દરરોજ 150 કાર્ડ કઢાવવા પડે જેની સામે સિદ્ધપુર સિવિલમાં દરરોજ માત્ર 20 જ કાર્ડ કાઢી આપતા હોવાથી વધારાના લાભાર્થીઓને પણ ધક્કા પડે છે અને તેમના કાર્ડ નીકળી શકતા નથી.

આશા વર્કરને સરકારે એવોર્ડ આપ્યો તેમને જ મેડમે છુટા કરી દેવાની ધમકી આપી
હેમંતીબેન મોઢ નામના આશા વર્કર બહેને જણાવ્યું હતું કે મને સારી કામગીરી કરવા બદલ સરકાર શ્રી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે અમારા અર્બન હેલ્થ ઓફિસર કયા ચૌધરી બેન મને છુટા કરી દેવાની ધમકી આપે છે અને મેં ઓછા કાર્ડ કઢાવ્યા હોવાનું કહીને ધમકીઓ આપે જાય છે પરંતુ હકીકત અલગ છે. જે મુજબ સિદ્ધપુર શિબિરમાં જ દિવસમાં વધુમાં વધુ 20 કાર્ડ કાઢવામાં આવે છે જ્યારે ટાર્ગેટ મુજબ જો અમે બધી આશા બહેનો 150 લાભાર્થીઓના કાર્ડ કઢાવવા જઈએ તો એટલા કાર્ડ સિદ્ધપુર સિવિલમાં કાઢી આપવામાં જ આવતા નથી જેથી લાભાર્થીઓને પણ હેરાનગતિ થાય છે.

અર્બન હેલ્થ મેડિકલ ઓફિસર ડો. કેયા ચૌધરીએ આક્ષેપો મામલે જવાબ આપવાનું ટાળ્યું!
સિદ્ધપુર અર્બન હેલ્થ મેડિકલ ઓફિસર ડો કેયા ચૌધરી વિરુદ્ધ આશા વર્કર બહેનોએ કરેલા આક્ષેપો જાણવા માટે પ્રયાસ કરતા તેઓ સેન્ટર ઉપર ગેરહાજર જોવા મળ્યા હતા જે બાદ તેઓને સતત ફોન કરીને જવાબ મેળવવા પ્રયાસ કરવા છતાં તેઓએ ફોન ઉપાડવાનું ટાળીને જવાબ આપવામાંથી છટકતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...