પાટણની શ્રીમતી કેસરબાઇ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય પાટણ ખાતે મંગળવારે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત શાળા ખાતે હેલ્થ & કેર ટ્રેડની નવીન લેબનું ઉદઘાટન પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. તેમજ શાળાની ધો.10 અને 12ની વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવતો તેમજ વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધામાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળાઓને એવોર્ડ-ઈનામ અર્પણ સાથે આ ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ ત્રિવિધ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, અતિથિ વિશેષ અશોક ભાઈ વ્યાસ, ડો.રાજુલબેન દેસાઈ,ડો.શૈલેષ સોમપુરા,મહાસુખ ભાઈ મોદી, સુનીલભાઈ પાગેદાર,સુરેશભાઈ દેશમુખ, ડૉ.આશુતોષ પાઠક,મેહુલભાઈ પટેલ તેમજ શાળાના ભૂ.પૂ. શિક્ષક રમેશભાઈ એમ.પટેલ, કમલેશભાઈ ઠક્કર,અશ્વિનભાઈ નાયક, મુકેશભાઈ યોગી ઉપસ્થિત રહ્યા આ. શાળામાંથી વિદાય લેતી બાળાઓને બોલપેન સેટ,ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી. આ ઉપરાંત શાળાના પ્રાચાર્ય ડૉ. દિનેશભાઈ પ્રજાપતિએ શાળા દ્વારા ધો.10 અને ધો. 12ની વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહેમાન વરદ હસ્તે પરીક્ષાલક્ષી કીટ,કેલ્ક્યુલેટર,ફોલ્ડર ફાઈલ, તેમજ શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.
શુભેચ્છા સમારંભમાં ધો.10 અને ધો.12ની વિદ્યાર્થિનીઓએ પોતાના શાળા પ્રત્યેના અનુભવો ,સંસ્મરણો, અભિપ્રાય રજૂ કર્યા બાદ અધ્યક્ષસ્થાનેથી અશોકભાઈ ચૌધરી (જિલ્લા શિક્ષણાધિકારી), સાહિત્યકાર અશોકભાઈ વ્યાસે, તેમજ ડૉ.રાજુલબેન દેસાઈએ સૌ બાળાઓને આશીર્વચન પાઠવી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. શાળાના ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક કમલેશભાઈ સ્વામી સહિત ના સ્ટાફ પરિવાર દ્રારા જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.