તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ શહેરમાં તાવ શરદી સહિતની બીમારીમાં સપડાયા બાદ સીટી સ્કેન કરાવતા રિપોર્ટમાં કોરોના લક્ષણો હોવાનું બહાર આવતા દર્દીઓ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં સારવાર શરૂ કરી હતી.જેમાં કેટલાક દર્દીઓને 10 હજાર તો કોઈને 1 એક લાખ તો વધુ દિવસો મોંઘી હોસ્પિટલોમાં દાખલ રહેવું પડતા 3 લાખ સુધીનો ખર્ચ થયો હોવાનું જોવા મળ્યું છે.ત્યારે હાલમાં સ્વસ્થ થયા બાદ પણ સામાન્ય માથાનો દુખાવો ઉપરાંત શરીરમાં અશક્તિ કોઈને ફેફસામાં વધુ અસર થતા ચાલવામાં મુશ્કેલી મહેસુસ કરતા હોવાનું જણાઈ રહ્યા છે.
ખાનગી હોસ્પિટલો સારવાર અર્થે જતા ડોકટરો પાસે કોરોનાની સારવારની મંજૂરી ન હોઈ સીટી સ્કેન કરી તેમાં 4 થી 9 ટકા સુધી કોરોનાના લક્ષણો જણાય તો તેમને ન્યુમોનિયા હોવાનું કહી જરૂર હોય તો દાખલ કરવા નહીં તો ઘરે હોમ ક્વોરેન્ટાઇન થઇ જવાની સલાહ આપી સારવાર કરવામાં આવી રહી છે.ત્યારે શહેરમાં હાલમાં મોટા ભાગે ખાનગી હોસ્પિટલોમાં સીટી સ્કેન આધારે જ સારવાર કરાઈ હોવાના અનેક દર્દીઓ જોવા મળી રહ્યા છે.જેમની સારવારના ખર્ચ પણ અલગ અલગ આંકડાઓમાં જોવા મળી રહ્યા છે.કોઈને ફક્ત 10 હજાર તો ગંભીર હાલત થતા વેન્ટિલેટર અને ઓક્સિઝ્ન પર રાખવા પડતા બિલ લાખોમાં પહોંચ્યું હતુ.
શહેરમાં સારવાર લીધેલ કેટલાક દર્દીઓ સાથે વાત કરતા મોટા ભાગે બધાને 10 થી 50 હજાર વચ્ચે ખર્ચ થયો હતો.ત્યારે ગંભીર હાલતના કારણે મહેસાણા અને અમદાવાદ જેવી મોટી હોસ્પિટલોમાં દાખલ થયેલ દર્દીઓના બિલ એક થી 3 લાખ ઉપરના જોવા મળ્યા હતા.
દર્દી 1 : ફેફસાં કમજોર થયા હોવાથી હજુ લાંબો ચાલવાથી શ્વાસ ચડી જાય
શંખેશ્વરના શિક્ષક સુરેશભાઈ રાવલ એક માસથી વધુ સમય કોરોનાની સારવાર બાદ મુક્ત થયા છે.પરંતુ ફેફસાં કમજોર થયા હોવાથી હજુ લાંબો ચાલવાથી સહેજ શ્વાસ ચડી જાય. ડોક્ટરે કહ્યું હતું કે ફેફસા પર અસર થઇ હોવાથી સંપૂર્ણ રિકવરીમાં 6થી 8 મહિના જેટલો સમય લાગશે.સંક્રમિત થતા શરૂઆતના 3 દિવસ મહેસાણા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં 3-4 દિવસમાં જ 2 લાખ જેટલો ખર્ચ થયો હતો.જેથી ધારપુર સિવિલ હોસ્પિટલમાં 21 દિવસ સુધી વેન્ટિલેટર સહિતની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.જ્યાં કોઈ ખર્ચ થયો ન હતો.
દર્દી-2 : સ્વસ્થ થયા બાદ પણ હાલમાં અશક્તિ જેવું રહે છે
પાટણ શહેરમાં રહેતા યુવકે જણાવ્યું કે મને તાવ આવતા સામાન્ય મેડિકલમાંથી દવા લીધી પરંતુ રાહત ન થતા શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. 4 દિવસ ત્યાં મને રાખી સારવાર કરવામાં આવી હતી. તેનું બિલ 55500 રૂપિયા થયું છે. હું સ્વસ્થ થઇ ગયો હાલમાં કોઈ તકલીફ નથી બસ થોડી અશક્તિ જેવું રહે છે.
દર્દી : 3 સીટી સ્કેન, અન્ય રિપોર્ટ, દવા છતાં 10 હજાર ખર્ચ થયો હતો.
શહેરમાં રહેતા 40 વર્ષના યુવકે જણાવ્યું હતું કે ચાર પાંચ દિવસ તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટ અને સીટી સ્કેન કરાવતા 4 ટકા અસર હોવાનું જોવા મળ્યું હતું. એક અઠવાડિયાની દવા રિપોર્ટના પૈસા મળી કુલ 10 હજાર જેટલો ખર્ચ થયો હતો.અને એક અઠવાડિયા માટે ઘરે આરામ કરવા જણાવ્યું હતુ. હાલમાં કોઈ તકલીફ નથી. હું રાબેતા મુજબ નોકરી કરી રહ્યો છું.
દર્દી : 4 સપ્તાહ દાખલ રાખતા 1.25 લાખ બિલ આવ્યું
ચંદ્રુમાણા ગામની મહિલાને તાવ આવતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવતા અસર જોવા મળતા 1 સપ્તાહ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સપ્તાહનું રૂ.1.25 લાખ આસપાસ ખર્ચ થયું હતું. ફરી રિપોર્ટ નેગેટિવ જોવા મળતા રજા આપી હતી. હાલમાં કોઈ તકલીફ નથી તેવું તેમના પરિવારના સભ્યએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.