તપાસ:રાધનપુરમાં ઉઘરાણી ગયેલા ભત્રીજાને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમીના બાસ્પાનો યુવાન રૂ. દોઢ લાખ ઉઘરાણી ગયો હતો
  • યુવાને રાધનપુર પોલીસમાં ત્રણ સામે ફરિયાદ નોંધાવી

સમી તાલુકાના બાસ્પા ગામે રહેતો અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો યુવક રાધનપુર ખાતે તેના ફોઈના ઘરે લેણી રકમની ઉઘરાણી કરવા જતા તેની ફોઈના પરિવારજનો તેમજ અન્ય શખ્સ દ્વારા ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના બની હતી. જ્યાં ભત્રીજાએ રાધનપુર પોલીસમાં રાધનપુરના બે અને કાંકરેજના ઉણ ગામના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

સમી તાલુકાના બાસ્પા ગામના રહીશ સંજયપુરી અંબાપુરી ગોસ્વામી ગત 25 ડિસેમ્બરે રાધનપુર ખાતે શિવ રેસીડેન્સીમાં રહેતા તેના ફોઈના ઘરે પૈસા લેવા માટે ગયેલ હતો. અને રૂપિયા દોઢ લાખ મારે તમારી પાસેથી લેવાના નીકળે છે તે આપો એવું કહેતા ભાવનાબેન ગોપાલગીરી ગોસ્વામી અને દિપકગીરી ગોપાલગીરી ગોસ્વામી એ અમારે કોઈ પૈસા લેવા દેવાના થતા નથી એટલે તારે પૈસા લેવા માટે આવવાનું નહીં તેમ કહી અપશબ્દો કહ્યા હતા અને ગડદાપાટુનો મારમારી ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે કાંકરેજ તાલુકાના ઉણ ગામનો રબારી ઈશ્વરભાઈ પણ હુમલામાં સામેલ હતો. આ ત્રણે જણા સામે સંજયપુરી ગોસ્વામીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...