તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારણા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પરીક્ષા ક્યારે અને કેવી રીતે યોજવી તે અંગે અભિપ્રાય મંગાવ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીન અને પ્રિન્સિપાલ પાસેથી અભિપ્રાય મંગાવાયા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સેમ 1 ની પરીક્ષાઓ કોરોનાને લઇ મોકૂફ રાખવામાં આવી હોઈ હવે વેકેશન પૂર્ણ થતા કેવી રીતે છાત્રોની પરીક્ષા લેવી જોઈએ તે અંગે વિવિધ ડીન અને પ્રિન્સિપાલો પાસે કુલપતિ દ્વારા અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે.અભિપ્રાય આધારે પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.

યુનિવર્સિટી દ્વારા છાત્રોની ઓનલાઇન પરીક્ષાઓ લેવા અંગે જાહેરાત કરાઈ ચુકી છે.પરંતુ ભૂતકાળમાં ઓનલાઇન પરીક્ષામાં નિષ્ફ્ળતા મળી હોઈ બે બે વાર પરીક્ષાઓ લેવી પડી હોઈ યોગ્ય રીતે છાત્રોની પરીક્ષા લઇ શકાશે કે કેમ તે મામલે યુનિવર્સીટી અવઢવમાં મુકાયેલ છે.

આગામી 5 જૂનના રોજ વેકેશન ખુલનાર હોય હાલમાં સ્થિતિ પણ વધુ સારી ન હોય છાત્રોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કેવી રીતે પરીક્ષાઓ લેવામાં આવે ,ક્યારે લઈ શકાય તે માટે કુલપતિ દ્વારા આગામી 17 મે સુધીમાં યુનિનાં તમામ અભ્યાસક્રમના ડીન અને કોલેજોના પ્રિન્સિપાલોને પરીક્ષા અંગે પોતાના અભિપ્રાય મોકલી આપવા જણાવામાં આવ્યું છે.તેમના અભિપ્રાય આવ્યા બાદ પરીક્ષા અંગે યુનિવર્સીટી દ્વારા તેમનો નિર્ણય જાહેર કરવામાં આવશે.તેવું કુલપતિ ડૉ.જે.જે.વોરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...