તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:કુણઘેરની પરિણીતાને છરી બતાવી યુવાને દુષ્કર્મ આચર્યું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાંગાનો યુવક અપહરણ કરી લઈ ગયો હતો
  • પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ

પાટણ તાલુકાના કુણઘેર ગામની પરણિતાને નવ માસ અગાઉ ચાંગા ગામનો યુવાન છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બાઇક ઉપર અપહરણ કરીને જુદી જુદી જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હોવાની મહિલાએ પાટણ તાલુકા પોલીસ મથકે યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી.

પાટણ તાલુકાના કુણઘેર ખાતે રહેતી પરણિત મહિલા તારીખ 5 ડીસેમ્બર 2020 નારોજ પાટણ ખાતે આવી હતી. તે વખતે શખ્સ ઠાકોર હિતેશજી બચુજી રહે.ચાંગા તા.કાંકરેજએ મહિલાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને બળજબરીથી બાઇક ઉપર બેસાડી અમરાપુર લુણવા ગામે લઇ જઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યું અંગે મહિલાએ પાટણ તાલુકા પોલીસ મથક દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ઠાકોર હિતેશજી બચુજી સામે ગુનો નોંધાયો હતો. તેની તપાસ ડીવાય એસપી આરપી.ઝાલાએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...