પાટણ તાલુકાના કમલીવાડા ગામે રહેતા યુવાનના રૂની ગામના મિત્રે યુવાનની અગાઉની મિત્રતામાં રહેતી પરિચિત સ્ત્રીના બંનેના સાદા ફોટા અજાણ્યા નંબર ઉપરથી મોકલી રૂ.35 હજારની માગણી કરી હતી. યુવાને આ બાબતે પાટણ સાયબર ક્રાઇમ સેલ ને અરજી કરતાં સાયબર સેલે ગણતરીના કલાકોમાં આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પાટણ તાલુકાના કમલીવાડાગામે રહેતા મનુભાઈ ચંદુભાઈ ઠાકોર તારીખ 13થી 16 એપ્રિલ 2022 દરમિયાન તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર ઉપરથી તેમની સાથે મિત્રતા માં રહેલી મહિલાના બન્નેના ભેગા ફોટા મોકલ્યા હતા. તેઓને ફોન કરી બ્લેક મેન કરી રૂપિયા ૩૫ હજારની માગણી કરી હતી
આ બાબતે મનુભાઈએ પાટણ સાયબર ક્રાઇમ સેલમાં અરજી કરી હતી પોલીસે અરજીના આધારે ગણતરીના કલાકોમાં મનનભાઈ મહેશભાઈ સીવાસ્તવ રહે. રૂની ને મોબાઈલ લોકેશન આધારે ઝડપી પાડયો હતો. તેની સામે બાલીસના પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ અધિકારી પીએસઆઈ હાથ ધરી હતી. જણાવ્યું હતું કે મનન ભાઈ અગાઉ મનુભાઈ ના મિત્ર હતા તેઓ મિત્રતા માં રહીને મિત્ર સાથે બ્લેકમેલ કરીને રૂ. 35હજારની માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.