કાર્યવાહી:તુ મારી સાથે કેમ બોલતી નથી કહી આધેડે મહિલાની છેડતી કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંતલપુર તાલુકાના ઝઝામ ગામનો બનાવ
  • પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

સાંતલપુર તાલુકાના ઝઝામ ગામની 21 વર્ષીય મહિલાની આધેડે હાથ પકડી છેડતી કરતા સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે ભેંસો માટે ખેતરે ઘાસ વાઢવા ગયેલી યુવતીને ડાભી ગામના સવસીભાઈ ગણેશભાઈ રાવલે યુવતીનો પીછો કર્યો હતો.

અને મહિલાની ઉભી રાખી ઘાસનો ભારો ફેંકી મહિલાનો હાથ પકડી તું મારી સાથે કેમ વાત કરતી નથી અને મારી સાથે વાત કરવી જ પડશે તેમ કહીને ધમકી આપતા મહિલાએ બૂમાબૂમ કરી હતી મહિલાએ બુમાબુમ કરતા બાઇક પર આવેલ શખ્સ ભાગી છૂટ્યો હતો મહિલાએ ઘરે આવી સમગ્ર હકીકત પરિવારને જણાવતા મહિલા દ્વારા સાંતલપુર પોલીસ મથકે ડાભીના સવસીભાઈ રાવલ સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...