ફરિયાદ:વામૈયાની પરિણીતા પાસે દોઢ લાખ દહેજ માંગી કાઢી મૂકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હારિજ પોલીસ મથકે પતિ સહિત 6 સામે ફરિયાદ

સરસ્વતી તાલુકાના વામૈયા ગામે પરણિતાને પતિ સહિત સાસરિયાંના છ સભ્યો શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ પેટે રૂપિયા દોઢ લાખની માંગણી કરી ઘરેથી કાઢી મુકી હતી. પરિણીતા તેના પિયર જસોમાવ ગામે જઇ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા આ અંગે હારિજ પોલીસ મથકે પતિ સહિત છ સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી.

વામૈયા ગામની હેતલબેન ભરતભાઈ પરમારના દસ વર્ષના લગ્નજીવન દરમિયાન બે સંતાનની માતા થયા બાદ તેના પતિ ભરતભાઈ અણગમોનો વ્યવહાર કરતા હતા.સાસરીયાના સભ્યો ચડામણી કરી રૂ.દોઢ લાખ દહેજ માગણી કરતા હતા. જ્યારે પરિણીતાએ દહેજ આપવાનો ઇન્કાર કરતાં ઉશ્કેરાઈ જઈ મારઝૂડ કરી ઘરેથી કાઢી મુકી હતી. પરિણીતા તેના પિયર જસોમાવ ગામે ગઈ હતી.

આ અંગે હારીજ પોલીસમાં પરમાર ભરતભાઈ જેન્તીભાઈ, પરમાર જયંતિભાઈ રણછોડભાઈ, પરમાર મંજુલાબેન જયંતીભાઈ, પરમાર ભાવેશ ભાઈ જયંતીભાઈ,પરમાર અરવિંદભાઈ જયંતીભાઈ, પરમાર પ્રેમીલાબેન ભાવેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...