તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજની માંગણી:દાદરની પરણિતા પાસે દહેજની માંગણી કરી પીયર તગેડી મુકી

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દહેજમાં રૂ. 5 લાખ માગી મારઝુડ કરી હતી
 • રાધનપુર પોલીસ મથકે સાસરીયાં સામે ફરિયાદ

સમી તાલુકાના દાદર ગામનાં દયાબેન ગાંડાભાઇ ચૌધરી તેમના ઘરે 04/02/2021 ના રોજ ઘરકામ કરતા હતા ત્યારે તેમના સાસુ લીલાબેન મુળજીભાઇ ચૌધરી તેમને ગાળો બોલીને કહેલ કરીયાવરમાં કંઇ અાપેલ નથી તેમજ પતિ ભરતભાઇ મૂળજીભાઇ ચૌધરી ખેતરેથી ઘરે અાવતા ધોકો લઇને તેમની માતાનુ ઉપરાણુ લઇ મહિલાને માર ઝુડ કરવા લાગેલા, તેમના સસરા મૂળજીભાઇ વિરમભાઇ ચૌધરી હાજર હતા તે વખતે કહેલ તારે અહિ રહેવુ હોય તો દહેજમાં પાંચ લાખ લઇ અાવ મારે ગાડી લાવવી છે. અાવુ બોલતા જતા હતા ત્યારે સસરાઅે વિભાભાઇ ભગાભાઇને ગાડી લઇને પિયર સુલતાનપુરા ગામે મુકતા અાવ્યા હતા. અા અંગે મહિલા ગડદાપાટુનો માર માર્યો હોવાની રાધનપુર પોલીસ મથકે ચાર સામે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો