ધમકી:પાટણના ડોક્ટરના ભાઈના અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 5 લાખ માંગ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરે પાટણ સાયબર સેલની ટીમની મદદ લઈ પોલીસ મથકે ગુનો નોંધાયો

પાટણ શહેરમાં રહેતા ડોક્ટરના ભાઈનો વિડીયો બનાવી ડોક્ટરને વોટ્સએમમાં ઓડિયો કોલ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂ.5 લાખની માગણી કરી હતી. આ અંગે ડોક્ટરે પાટણ સાયબરની ટીમની હકીકત જણાવી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે મોબાઈલ નંબર ધારક સામે બળજબરીપૂર્વક પૈસા કઢાવવાનો ગુનો નોંધાવ્યો હતો.

પાટણ શહેરમાં રહેતા મનહરભાઇ નરસિંહભાઇ પઢાર પાટણ સદભાવ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓના મોબાઈલ પર 12-6-2022થી 26-06-2022 સુધી ૯૫૭૪૨૦૫૧૨૭ના નંબર ધારકે સતત વોટ્સએપમાં ઓડીયો કોલ કરી ફમનહરભાઇ પઢારના ભાઇના નગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂ. 5 લાખની માગણી કરી અને જો પૈસા નહીં આપે અથવા પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ અપશબ્દો બોલ્યા હતા. આ અંગે મનહરભાઈએ પાટણ સાયબર સેલમાં અરજી આપી હતી . પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો તેની તપાસ અધિકારી પીએસઆઇ પી એચ ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.

ભેદ ટૂંક સમયમાં ગુનાનો ઉકેલ આવશે
પાટણ એલસીબી પીઆઇ આર કે અમીન જણાવ્યું હતું કે ડોક્ટરની અરજીની આધારે સાયબરની ટીમ તપાસ કરતાં તેમાં હકીકત જણાઈ આવતા આ ગુનાનો ટૂંક સમયમાં ભેદ ઉકેલ આવશે તેઓ આશાવાદ વ્યસ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...