તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અહીથી કેમ નીકળે છે કહી ટ્રકના કાચ તોડ્યા

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના ઉંદરાગામેથી પસાર થતાં ટર્બો ટ્રકને રોકી ગામના બે યુવાનો ધોકા સાથે ઉભા રહી ડ્રાઈવરને અહીંથી કેમ નિકળે છે કહી મારમારી ટર્બો ટ્રકનો કાચ તોડી નાંખવા અંગે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટણમાં રહેતા રવિભાઈ શૈલેષભાઈ પટેલ ટર્બો ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેઓ ટર્બો ટ્રક લઈને સોમવારે રાત્રે સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા હતા

આ દરમ્યાન બે શખ્સો ધોકા લઈને ઊભા હતા. જેઓએ ટ્રક રોકાવી અહીંથી કેમ ટ્રક લઈને નીકળે છે તેમ કહીને આડેધડ ધોકા મારી ટ્રકનો કાચ તોડી નાંખી નુકસાન કર્યું હતું. આ અંગે ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવર રવિભાઈ શૈલેષભાઈ પટેલે વાગડોદ પોલીસ મથકે ઠાકોર બ્રિજલ ચતુરજી અને ઠાકોર દિલીપજી રહે. ઉંદરા સામે મારમારી ગાડીનો કાચ તોડી રૂ. 4000 નુકસાન કર્યા મામલે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલે તપાસના ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...