સંકષ્ટ ચતુર્થી:પાટણના ચિંતામણી ગણપતિ દાદા મંદિરે સંકષ્ટ ચતુર્થી નિમીતે હવન યોજાયો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણપતિ દાદા અને હવન દર્શન કરી ભકતોએ ધન્યતા અનુભવી

પાટણ અનાવાડા રોડ પર આવેલા ચિંતામણી ગણપતિ દાદાના મંદિરે મંગળવારે સંકષ્ટ ચતુર્થી નિમીતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના યજમાન પદે પટેલ ચિરાગભાઈ મોહનલાલ, પટેલ કોશિક ભાઈ રુગનાથભાઈ તેમજ ખત્રી ચેતનભાઈ સુરેશભાઈ બેસવાનો લ્હાવો લીધો હતો. જેના દર્શન નો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો

બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે હવનમાં શ્રીફળની આહુતિ આપી હતી, મંદિર પરિસર ફૂલોની શણગાર કરવામાં આવ્યો હતો. સંકષ્ટચતુર્થી નિમીતે ભવિભક્તોએ ગણપતિ દાદા અને હવનના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...