તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:માત્ર બે ગાયોથી શરૂઆત કરેલી હારીજની કૃષ્ણધામ ગૌ શાળામાં હાલ 200 ગાયોની સેવા થાય છે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાતાઓના સહયોગથી ગૌ શાળામાં બીમાર ગાયોની સેવા થાય છે
  • કેબિનેટ મંત્રી દિલિપજી ઠાકોરે ગૌ શાળાની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું

પાટણ જિલ્લાના હારીજ જાસ્કા રોડ પર આવેલી કૃષ્ણધામ ગૌ શાળા ચાર પાંચ વર્ષ પહેલાં માત્ર બે બીમાર અને રઝળતી ગાયોની સારવારથી ગૌ શાળાની શરૂઆત કરવામા આવી હતી આજના સમયે 200 જેટલી ગાયોને નિર્ભર કરવાનું કામ ગૌ પ્રેમીઓના દાતાઓના સહયોગથી ગૌ શાળાના વહીવટદારો નિભાવી રહ્યાં છે. કેબિનેટ મંત્રી દિલિપજી ઠાકોરે ગૌ શાળાની મુલાકાત લીધી હતી અનેં વૃક્ષારોપણ કર્યું હતુ. સાથે 21 હજારનું ગૌ શાળામાં દાન આપ્યું હતુ.

કૃષ્ણધામ ગૌ શાળામાં સમગ્ર ગૌ પ્રેમી દાતાઓના સહયોગથી ટૂંકા સમયમાં હિંચકા,લપસણી,જેવા બાળકોને મનોરંજન કરવાના સાધનો રમણીય બગીચો બનાવવાનું કામ પૂરજોશમા ચાલી રહ્યુ છે. તદઉપરાંત ગૌ શાળામાં માતા વિહોણા પડી ગયેલાં પાલન કરી ઉછેર કરેલા કપીરાજ સસલાઓ, રોઝ-નીલગાય, કૂક્ડાઓ, હંસ અને સફેદ કબુતર જેવા જુદાજુદા પક્ષીઓ ગૌ શાળાનું આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. જેના કારણે બાળકોને ફરવા જવાનું સ્થળ થયુ છે.

ગૌ શાળાના પ્રમુખ લાલાજી મહારાજના જણાવ્યા મુજબ ગૌ શાળામાં કોઈ પણ બીમાર ગાય હોયતો ગાયને સ્વીકારવામાં આવે છે. અહિયાં રોજિંદા પશુ તબીબોની વીઝીટ દ્રારા ગાયની સારવાર કરાવી ગાયને દર્દથી મુકત કરવાના તમામ પ્રયાસો થકી આજે 200 ઉપરાંત ગાયોનું પાલન કરવામા આવી રહ્યુ છે.

બીમાર ગાયોને રોજના 300 બાજરીના રોટલા બનાવી જમાડવામા આવે છે. ગૌ કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ લાલજી મહારાજ, કાન્તીભાઈ પંચાલ, જયંતિભાઇ પંચાલ તથા ટ્રષ્ટ મંડળ અને ગૌ ભક્તો વગેરે સેવાઓ આપી રહ્યાં છે. ગૌ શાળામાં સાતમાળનું પાંચ લાખના ખર્ચે પક્ષીઘર બનાવાયું છે. ગૌ શાળામાં આજે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતુ અને 21 હજારનું દાન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...