તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં અકસ્માત:બાઈક સ્લિપ થતાં હારીજના દુનાવાડાના યુવકનું મોત, પત્નીને લેવા માટે સાસરીએ જતો હતો

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી

પાટણના ફુલણિયા હનુમાન મંદિરના પાટિયા નજીક બાઈક સ્લિપ થતાં હારીજના દુનાવાડાના યુવકનું મોત નીપજ્યું છે. યુવક પત્નીને તેડવા માટે સાસરીમાં જઇ રહ્યો હતો. એ સમયે કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઇને માટીના ઢગલા પર પડી હતી. જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પાટણ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફુલણિયા હનુમાન પાસે બાઇક સ્લિપ થઇ
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શનિવારે સાંજે હારીજના દુનાવાડાનો રહેવાસી અરવિંદ ઠાકોર પત્ની અલ્કાબેનને તેડવા માટે સાસરીએ જવા નીકળ્યો હતો. જે દરમિયાન ખારીવાવડી જવાના રસ્તે ફુલણિયા હનુમાન મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો. જે દરમિયાન પૂરપાટ ઝડપે જતી બાઈક પરથી યુવકે કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક સ્લિપ થઇ હતી.

ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો
રોડની સાઈડમાં પડેલા માટીના ઢગલા ઉપર બાઈક સ્લિપ થતાં અરવિંદ ઠાકોર નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાંથી પસાર થતાં અજાણ્યા વાહન ચાલકે 108ને જાણ કરી હતી. 108માં યુવકને પાટણ સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો