તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવ:હારિજની સગીરાને મુજપુરનો યુવાન ભગાડી જતાં ફરિયાદ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજની એક સગીરાને શંખેશ્વરના મુજપુરનો યુવાન ભગાડી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સગાઈ બાદ લગ્ન ન થઈ શકતાં યુવાન સગીરાને ભગાડી ગયો હતો. હારિજ ખાતે રહેતી સગીરાની શંખેશ્વર તાલુકાના મુજપુર ખાતે રહેતા અજીતજી હસાજી ઠાકોર સાથે સગાઈ થઈ હતી. પરંતુ કોઈ કારણોસર બન્ને પરિવાર વચ્ચે મતભેદ થતાં સગાઈ તુટી ગઈ હતી. અજીતજી સગીરાને બાઈક પર ભગાડી ગયો હતો. સગીરાને 18 વર્ષ પૂરા થવામાં બાર દિવસ ખૂટે છે ત્યારે સગીરાના પિતાએ હારિજ પોલીસ મથકે અજિતજી ઠાકોર રહે.મુજપુર તા. શંખેશ્વર સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી સર્કલ પી.આઈ સી.વી. ગોસ્વામી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...