વળતર:હારિજની મહિલાને વીમા કંપનીએ કોરોનાનો ખર્ચ આપવા ઈન્કાર પછી વળતર ચૂકવ્યું

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં દર્દીને હાઇપર ટેન્શન,ડાયાબિટીસ અગાઉથી હોય તો વીમો કેન્સલ થઈ જાય અને ક્લેમ પાસ થાય નહીં તેમ જણાવી વળતર ચૂકવવા કંપનીએ ઈન્કાર કર્યો હતો

કોરોના મહામારી દરમિયાન હારિજના મહિલાને કોરોના સંક્રમણ થતાં અમદાવાદ ખાતે સારવાર મેળવતાં મોટો ખર્ચ થયો હતો. જેના વીમા ક્લેમ માટે ગ્રાહક કોર્ટમાં ઘા નાખતાં આખરે વીમા કંપની દ્વારા સમાધાન કરીને રૂ.4.80 લાખ વળતર ચૂકવવાની ફરજ પડી હતી.

હારિજના લોહાણા સમાજની મહિલાને કોરોના સંક્રમણ થતાં સારવાર માટે થયેલા ખર્ચ અંગે કેર હેલ્થ ઇન્સ્યોરન્સ લિમિટેડનો વીમો હોવાથી વીમા ક્લેમ કર્યો હતો.પરંતુ વીમા કંપની દ્વારા દર્દીને હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ અગાઉથી હોય તો વીમો કેન્સલ થઈ જાય અને ક્લેમ પાસ થાય નહીં તેમ જણાવી વળતર ચૂકવવા ઈન્કાર કરતાં ડિસ્ટીક કન્ઝ્યુમર ડિસ્પુટ પ્રોફેશનલ કમિશન મહેસાણાની કોર્ટમાં પાટણના એડવોકેટ દર્શકભાઈ ત્રિવેદી મારફતે કેસ દાખલ કરાયો હતો. જેની સુનાવણી દરમિયાન તેમણે દલીલ કરી હતી કે હાઇપર ટેન્શન અને ડાયાબિટીસએ લાઈફ ટાઈમ રોગ છે.

તે પહેલાથી હોય કે ન હોય તેનાથી કોરોના થતો નથી. તે કોઈ ડિસીઝ ગણતો નથી,તેથી વીમા પોલિસી કેન્સલ ન કરી શકે અને વ્યાજ સાથે પૂરેપૂરું વળતર ચૂકવવું પડે તેવી દલીલ કરી હતી. આ પછી વીમા કંપની દ્વારા અરજદાર સાથે કોર્ટના હુકમ પહેલા બહાર સમાધાન કરી રૂપિયા 4.80 લાખ વળતર ચૂકવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી તેવું વકીલ દર્શકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...