વીજચોરી:હારીજ યુજીવીસીએલની ટીમે ભાજપ ના કોર્પોરેટરના ઘરે રેડ કરી વીજચોરી ઝડપી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયદેસર ની કાર્યવાહી કરી 65 હજારનો દંડ ફટકાર્યો
  • ઘર મીટરમાં આવતા સર્વિસ વાયરમાં ટેપિંગ કરી અલગથી સ્વીચ મૂકી મીટરને ફરતું અટકાવતો હતો

હારિજની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા પાલિકાના ભાજપના કર્પોરેટરના ત્યાં યુજીવીસીએલની ટીમે ઓચિંતી રેડ કરતાં પોતાના ઘર મીટરમાં આવતા સર્વિસ વાયરમાં ટેપિંગ કરી અલગથી સ્વીચ મૂકી અને વીજ મીટરને ફરતું અટકાવી ગેરકાયદેસર રીતે ચોરી કરતા પકડાતા હારીજ ઈજીવીસીએલની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હારીજ યુજીસીવીએલ ના નાયબ ઈજનેર, એલ.એમ.નિનામા અને સ્ટાફને અમરતભાઈ ધર્માંભાઈ પ્રજાપતિ સોમનાથ નગર 2 નજીક આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં વીજ ચોરી થવાની બાતમી મળતા ઓચિંતી રેડ પાડી હતી.જેમાં ઘર મીટરમાં આવતા સર્વિસ વાયરમાં ટેપિંગ કરી અલગથી સ્વીચ મૂકી મીટરને ફરતું અટકાવતો હતો.સ્વીચ દ્વારા મિટર ચાલુ બંદ થવાનો પેતરો રચ્યો હતો.પણ વીજ કંપનીની ટીમની મહેનતથી વીજ ચોરી કરતા પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રકમ રૂ.65911/ નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...