તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટાચૂંટણી જાહેર:હારિજ તા. પં.ની સાંકરા બેઠક અનુ. આદિજાતિની સીટ ફરી ખાલી રહેશે

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર તા.પં. ચલાવાડા બેઠકની પેટાચૂંટણી જાહેર
  • રાધનપુર વોર્ડ નં-5 અને ચાણસ્માના વોર્ડ નં-5ની પેટાચૂંટણી થશે

હારીજ તાલુકા પંચાયતની સાંકરા બેઠક અનુસૂચિત આદિજાતિની વસ્તી ન હોવાના કારણે ફરીથી ખાલી રહે તેવી સંભાવના છે. રાધનપુર પાલિકાના વોર્ડ નંબર 7ની ચોથા નંબરની સામાન્ય સીટ તેમજ ચાણસ્મા પાલિકાની વોર્ડ નંબર 5ની ત્રીજા નંબરની સામાન્ય સીટની પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. જ્યારે રાધનપુર તાલુકા પંચાયતની ચલવાડા બિન અનામત સામાન્ય બેઠક તેમજ હારિજ તાલુકા પંચાયતની સાંકરા અનુસૂચિત આદિજાતિ બેઠકની પેટાચૂંટણી જાહેર કરાઈ છે. આ ચૂંટણીઓ માટે 13 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડાશે, 18 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે, 20 સપ્ટેમ્બરે ચકાસણી થશે, 21 સપ્ટેમ્બરે ઉમેદવારી પાછી ખેંચવાની અવધિ પૂરી થશે, આ પછી 3 ઓક્ટોબરે મતદાન થશે.

નાયબ તાલુકા વિકાસ અધિકારી વિજય મકવાણાએ જણાવ્યાનુસાર હારીજ તાલુકા પંચાયતની સાંકરા બેઠક ગત ચૂંટણીમાં અનુસૂચિત આદિજાતિ ઉમેદવાર માટે અનામત હતી પરંતુ આ સમાજ- જ્ઞાતિની વસતી ન હોવાના કારણે આ બેઠક ખાલી રહી હતી. તાલુકા પંચાયત પ્રમુખ વનરાજજી ઠાકોરે જણાવવાનું કે કેટલાક વર્ષો અગાઉ નર્મદા કેનાલ ની કામગીરી માટે આવેલા આદિવાસી મજૂરોના નામો મતદારયાદીમાં ઉમેરાયા હતા પરંતુ હવે તેઓ અહીંયા છે નહીં અને જતા રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ઉપરોક્ત વાસ્તવિકતા ધ્યાને લીધા વગર બેઠકનો પ્રકાર ન બદલતા પેટા ચૂંટણીમાં પણ આ જગ્યા ખાલી રહે તેવી સંભાવના સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...