અકસ્માત રોકવા પ્રયાસ:હારીજ પોલીસે અંબાજી જતા પદયાત્રીઓ અને રખડતાં ઢોરોને 200 રેડિયમ રેફલેકટર પટ્ટા પહેરાવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં અંબાજી પગપાળા જતા પદયાત્રી સાથે થયેલા અકસ્માતોને લઈ કામગીરી

આજથી શરૂ થતા ભાદરવી પૂનમના મેળામાં હારીજ પોલીસ દ્વારા પગપાળા જતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈવે રોડ પર પગપાળા જતા લોકોને રેડિયમ પટ્ટા આપવાની કામગીરી કરવામાં આવી હતી. પદયાત્રીઓ માટે લગાવવામાં આવેલા સેવા કેમ્પ પર રોકાયેલા પદયાત્રીઓને આવા અકસ્માતોના બનાવ રોકવા તેમજ પોતાની સુરક્ષા માટે ટોર્ચ, રેફલેકટર ટ્રાફિક સુરક્ષા વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ રોડ પર રખડતી ગાયો આખલાઓને કારણે રાત્રિ દરમિયાન વાહનથી તથા અકસ્માતના બનાવોને કારણે થતા ગાયોના મૃત્યુ અટકાવવા તેમજ નાગરિકોના અકસ્માતોના બનાવો ઘટાડવા રાત્રિ દરમિયાન રોડ પર બેસી રહેતી ગાયો, આખલાઓને ગળામાં રેડિયમ પટ્ટા લગાડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રશંસનીય કામગીરી
આમ માર્ગ સલામતીના ભાગરૂપે હારીજ પોલીસ દ્વારા 200 રેડિયમ રેફલેકટર પટ્ટા પદયાત્રી તથા રખડતી ગાયો, આખલાઓને પહેરાવી અવારનવાર બનતા અકસ્માતોના બનાવ દરમિયાન ગાયોને ઇજાઓ, મૃત્યુ, વાહન અકસ્માતના બનાવ રોકવા સરાયનીય કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...