ફરિયાદ:હારિજ મેડિકલ ઓફિસરે માસ્ક પહેરવાનું કહેતાં જમણપુરના યુવાને ટેબલ ઊગામ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓપીડી દરમિયાન તબીબ સામે દર્દી ઉશ્કેરાતાં ફરજમાં રૂકાવટ ઉભી કરી
  • મેડિકલ ઓફિસરને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

હારિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જમણપુરના એક વ્યક્તિને મેડિકલ ઓફિસરે માસ્ક કહેવાનું કહેતાં અચાનક ઉશ્કેરાઈ જઇ મેડિકલ ઓફિસરને અપશબ્દો બોલી સ્ટૂલ મારવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચતા મેડિકલ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી.

હારિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર મઘાભાઈ ચૌધરી ઓપીડીની કામગીરી કરતા હતા તે વખતે જમણપુર ગામના દિલીપકુમાર નર્મદાશંકર દવેએ મોઢા ઉપર માસ્ક પહેલું ન હોવાથી મેડિકલ ઓફિસરે તમને માસ્ક પહેરવાનું કહેતા દિલીપકુમાર દવે ઉશ્કેરાઈ ગયા હતા અને મેડિકલ ઓફિસરને અપશબ્દો બોલી ઓફિસમાં પડેલું સ્ટૂલ મારવાનો પ્રયાસ કર્યો હતો.

અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ મેડીકલ ઓફિસરની કામગીરીમાં રૂકાવટ કરી હતી તેવી જમણપુરના દિલીપકુમાર નર્મદાશંકર દવે સામે હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દિલીપ દવે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માસ્ક પહેરવાનું કહેતાં જ દર્દી ઉશ્કેરાયો
હારિજ પીએચસીના મેડિકલ ઓફિસર દીલિપકુમાર મઘાભાઈ ચૌધરી ઓપીડીની કામગીરીમાં હતા ત્યારે જમણપુરા ગામનો દીલિપકુમાર નર્મદાશંકર દવે તપાસ કરાવવા માટે આવ્યો હતો. જ્યાં ઓપડી દરમિયાન મેડિકલ ઓફિસરે માસ્ક પહેરવા કહેતાં રકઝક થઈ હતી. ત્યાં દર્દીએ હાથમાં ટૂલ્સ લઈ મારવા કોશિશ કરી હતી અને મેડિકલ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...