તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિલઝડપ:હારિજ બેન્ક ઓફ બરોડા શાખામા ખેડૂતના રૂ.1.57લાખની થેલી લઇ ગઠીયો ફરાર

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામનાં બે સબંધી ખેડૂતના પાક ધિરાણ લૉનના નાણાં ભર્યા પોતાના નાણાં ભરવા જતા બે પગ વચ્ચે ફસાયેલી બેગ લઇ ગઠીઓ ફરાર થઈ ગયો હતો

હારિજ બેન્ક ઓફ બરોડા બેન્કમા સોનાર ગામનાં ખેડૂત પાક ધિરાણ લૉન ભરવા આવ્યાં હતાં જેમા ગામનાં બે સબંધી ખેડૂતના નાણાં ભરી પોતાના પાકધિરાણ નાં 1.57 લાખ રૂપિયાની બેગ બે પગ વચ્ચે ફસાયેલી હતી. ત્યારે નજર ચૂકવી કોઈ અજાણ્યો શખ્સ કાળી બેગ લઇ ફરાર થઈ ગયો હતો. ખેડૂત બેગ નહીં મળતાં હારીજ પોલીસ સ્ટેશને જાણ કરી પોલીસે સી.સી ટીવી ના ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી હતી. સમી તાલુકાના સોનાર ગામનાં ખેડૂત વિનોદકુમાર અમરાભાઇ ડાઈમાં (નાડોદા) પોતાની પાકધીરાણ કૃષિ લૉન ભરપાઈ કરવા હારીજ શાખાની બેન્ક ઓફ બરોડામા જવા નીકળ્યાં હતા ત્યારે ગામનાં સબંધી મહાદેવભાઇ બેચરભાઇ અનેં ગોવાભાઇ વિરચંદભાઇ સુથારે પણ તેમનાં પાકધિરાણ ના નાણાં ભરવા આપ્યાં હતાં કુલ રૂ 8 લાખ એક બેગમા લઇ બેન્ક ઓફ બરોડા શાખામાં આવ્યાં હતાં ગામનાં સબંધીએ આપેલા નાણાં બેંકમાં કુલ 6.43 જમા કરાવતા હતાં તેં સમયે રૂ.1.57 બેગમાં રાખી બે પગ વચ્ચે બેગ ફસાવેલી હતી.એવા સમયે આગળની રકમ ભરી બેંકના કેશિયર જોડે પહોંચ મેળવી પાવતીને બેગમાં મુકવા જતા જોયું તો કોઈ શખ્સ નજર ચૂકવી બેગ લઇ ફરાર થઈ ગયેલો હતો.

બેન્કનાં ચોકિયાત દ્રારા દરવાજા બંધ કરી પોલીસને જાણ કરી હતી પોલીસે આવી તપાસ હાથ ધરી સી.સી.ટીવી ના ફૂટેજ મેળવી તપાસ આદરી છે. પી.એસ.આઇ એસ.આર.ચૌધરી ના જણાવ્યા મુજબ કોઈ સી.સી ટીવીના ફૂટેજ મેળવ્યા છે.હાલમાં કોઈ સ્પષ્ટ ઓળખ થઈ નથી.સી.સી ટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...