તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:જિલ્લામાં હારડા, ખજૂર, કપડાની ખરીદીમાં નરમાશ

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના અને વચ્ચે મોંઘવારીના માર વચ્ચે વેપારીઓની હાલત કફોડી

હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેવા સમયે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે, જોકે લોક ડાઉનલોડ ન હોવા છતાં રેડીમેડ ગારમેન્ટ તેમજ જ્વેલર્સમાં ઘરાકી જામી નથી જેને લઇ શહેરના વેપારીઓમાં નિરાશાનો માહોલ સર્જાયો છે. અગાઉના વર્ષોની તુલનામાં માત્ર દસ પંદર ટકા વેપાર થયો હોવાનું વેપાર ક્ષેત્રે વર્ષો જૂના વેપારીઓએ જણાવ્યું હતું.

હોળી પ્રસંગે બાળકોના જેમ કરવાના હોઈ તેના માટે નવા વસ્ત્રો અને સોના ચાંદીની વસ્તુઓ ભેટ આપવાની પરંપરા ચાલી આવે છે, ખાંડમાંથી બનાવવામાં આવતા હારડા નવા વસ્ત્રો અને આભૂષણો આપવામાં આવતા હોય છે, જેમાં છેલ્લા થોડા વર્ષથી ખાંડમાંથી બનતા હારડા આપવાનું પ્રમાણ બિલકુલ પડી ગયું છે પહેલા હારડા મીઠાઈ તરીકે ખાવામાં ઊપયોગમાં લેવામાં આવતા હતા પરંતુ હવે તેનું ચલણ ઘટી ગયું છે. આ સિવાય નવા વસ્ત્રો એટલે કે બાબાસૂટ વગેરે આપવાની પ્રથા ચાલુ રહી હતી પરંતુ મોટાભાગના સમાજમાં ધીમે ધીમે રોકડ વ્યવહાર કરવાની પ્રણાલી અપનાવવામાં આવી રહી છે. ચાણસ્મા, લણવા અને ધીણોજના બજારોમાં હારડા, ખજૂર અને ધાણીની લારીઓ ગોઠવાઈ છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના, હાલની ઓછી આવક અને મોંઘવારીના મારના કારણે બજારોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી ગ્રામીણ પ્રજા દ્વારા માગ ન રહેતાં વેપારીઓ પરેશાન છે.

વિસનગરના હોલસેલર્સ વેપાર માટે આવ્યા નહીં
​​​​​​​શહેરના શહેરના ચતુર્ભુજ બાગ પાસે છેલ્લા 15 વર્ષથી રેડિમેટ સ્ટોર ધરાવતા વેપારી લાલાભાઇ પટેલના જણાવ્યા મુજબ આ વખતે 10% જેટલી ઘરાકી પણ નથી કારણકે સૌથી વધુ ખરીદી ઠાકોર રબારી તેમજ અન્ય નાની જ્ઞાતિઓમાં થાય છે પરંતુ આ વખતે દસ-પંદર જોડના બદલે એકાદ-બે જોડી વસ્ત્ર જ લેવામાં આવે છે. શહેરમાં મોટેભાગે વિસનગરથી હોલસેલર માલસામાન આપી જાય છે તેઓ પણ આ વખતના હોળી પર્વથી ખુશ નથી તેઓ પણ વિસનગર બાજુ અને અન્ય તમામ વિસ્તારોમાં 20 થી 25% વેપાર થઈ રહ્યો હોવાની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો