વાહનચાલકોને હાલાકી:પાટણ શહેરમાં આજે વહેલી સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતાં વાહનચાલકોને હેરાનગતિ

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી પડી
  • હાઇવે પર લાઈટ ચાલુ રાખી વાહનચાલકો પસાર થયા

પાટણ શહેરમાં આજે શનિવારે વહેલી સવારથી જ ધુમ્મ્સવાળું વાતાવરણ છવાતાં વાહનચાલકો પરેશાન થયા છે. હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી પડી હતી. જેમાં હાઇવે પર લાઈટ ચાલુ રાખી વાહન ચાલકો પસાર થતા જોવા મળ્યા હતા.

પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઇને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. જેના પગલે જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારથી જ વાતાવરણ ધુમ્મસભર્યુ જોવા મળ્યું હતું. જેના કારણે નજીકના અંતરથી પણ કાંઈ દેખાતું ન હોવાથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતોય જેના પગલે વાહનચાલકો લાઈટ ચાલુ રાખી વાહનો લઈ પસાર થવા મજબૂર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...