રખડતા ઢોરનો ત્રાસ:પાટણ શહેરમાં જાહેર માર્ગો પર આખલાઓના યુદ્ધ જામતા શહેરીજનો પરેશાન

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય છતાં પાલિકા સત્તાધીશો કુંભ કણૅની નિંદ્રામાં

એક તરફ પાલિકાના સત્તાધીશો શહેરના વિકાસની ગુલબાંગો ફુકી રહી છે ત્યારે શહેરજનોની સુવિધા મામલે વાસ્તવિકતા કંઈક જુદી જોવાં મળી રહી છે.પાલિકા તંત્ર શહેરીજનોની સમસ્યાના નિરાકરણ માટે સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ રખડતા ઢોરે માજા મુકી છે.

ગતરોજ શહેરના કેનાલ રોડ પર પદ્મનાભ મંદિર તરફ જવાના માર્ગ પર બે હરાયા બનેલાં આખલાઓ સિગડે ભરાતાં અફડા તફડી મચી જવા પામી હતી.જાહેર માગૅ આખલા યુદ્ધ જામતા માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.તો આ વિસ્તારના કેટલાક યુવાનો દ્વારા આખલાઓને લડતા છુટાં પાડવા માટે પાણીનો મારો ચલાવી ધોકા લાકડીની મદદથી મહામુસીબતે છુટા પાડી ભગાડવામાં આવતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.

પાલિકા સતાધિશો દ્વારા શહેરીજનોની મહત્વની એવી રખડતાં ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા તાત્કાલિક ધોરણે કોઈની પણ શેહ શરમ અને મતોનું રાજકારણ ભૂલી ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...