વિરોધ પ્રદર્શન:રણમાં રસ્તા રિપેરિંગની કામમાં કનડગત અને ચેકપોસ્ટ બનાવાતાં અગરિયાઓ દ્વારા વિરોધ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર રણના અગરિયાઓ દ્વારા ગાડીઓ રોકી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. - Divya Bhaskar
સાંતલપુર રણના અગરિયાઓ દ્વારા ગાડીઓ રોકી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
  • રસ્તાઓ રિપેરની કામગીરી કરતા મશીનરી જપ્ત કરી અગરિયાઓનો ગાડીઓ રોકી સૂત્રોચ્ચાર

સાંતલપુર રણ નજીક અભયારણ્ય વિભાગ દ્વારા ચેકપોસ્ટ બનાવવામાં આવતા તેમજ ગત દિવસે રસ્તાઓ રિપેરની કામગીરી કરતા મશીનરી જપ્ત કરવામાં આવતા અગરિયાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ રસ્તાઓની રીપેરીંગની કામગીરીમાં વપરાયેલ મશીનરી જપ્ત કરી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ સામે અગરિયાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને મીઠામાં ચાલી રહેલી ગાડીઓ પણ રોકી દીધી હતી અને સાંજના સમયથી રણમાંથી લાવવામાં આવતી મીઠાની કામગીરી બંધ કરવામાં આવી હતી તેમજ રોષે ભરાયેલ અગરિયાઓ દ્વારા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

હાલમાં રણમાંથી મીઠું બહાર લાવવાની કામગીરી પુર જોશમાં છે ત્યારે અભયારણ્ય વિભાગ દ્વારા રણમાં અવરજવરના માર્ગ પર ચેકપોસ્ટ બનાવવામાં આવ્યું છે જેમાં અભયારણ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવતા અગરિયાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં અગરિયાઓ દ્વારા ગાડીઓ રોકી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

અભ્યારણના નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે: સેન્ચુરી વિભાગના અનિલ રાઠવા
અભ્યારણ વિભાગના અનિલ રાઠવા દ્વારા જણાવ્યું હતું કે રણમાં અગરિયાઓ બાબતે કોઈ પ્રશ્ન છે નહીં પહેલા એમને એમ ચાલતું હતું પરંતુ હવે અભ્યારણના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે તેના કારણે આ સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...