સમી તાલુકાના રાફુગામે છેલ્લા 14 મહિના રિસામણે બેઠેલ મહિલા અાત્મહત્યા કરી હતી તેને લઇને મૃતકના ભાઇઅે 3 સામે ફરીયાદ નોંધાઇ હતી. સમીતાલુકાના રાફુગામે રહેતા પ્રેમીલાબેન શંકરભાઇ પંચાલના લગ્ન બારેક વર્ષ અગાઉ પંચાલ હિતેષકુમાર કરશનભાઇ સાથે થયેલા હતા. લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં અેક દિકરો કેવિર (ઉ.વ.07) હતો પણ પતિ સાસુ-સસરા દ્વારા પરણિતાને અવાર નવાર માનસિક ત્રાસ અાપતા હતા અને ચૌદ મહિના પહેલા રાફુગામે પરણિતાના દિયર મુકી ગયા હતા ત્યારથી મહિલા માનસીક રીતે સાવ ભાગી પડેલ હતી
તેના કારણ અેક માસ અગાઉ પણ અોઇલ છાંટતા હતા તે વખતેગામના યુવાન જોઇ ગયેલા તેને બચાવી લીધી હતી ત્યાર પછી મહિલા ભાઇ રસિકભાઇઅે તેના પતિ સહિત સાસરીયા સભ્યો તેને તેડી જવાની વાત કરી હતી પણ તેડી ગયા ન હતા અા ખરે મહિલાઅે સોમવારે સવારે બાથરૂમમાં જઇને શરીરે ડિઝલ છાંટી અાગ લગાવી અાખા શરીરે દાઝી જતાં સારવાર અર્થે લઇ જતા તેનુ મોત થયું હતુ. સમી સરકારી દવાખાનના ડોકટર મૃત જાહેર કરી તેનુ પીઅેમ કર્યુ હતુ. અા અંગે મૃતકના ભાઇ રસિકભાઇ શંકરભાઇઅે સમી પોલીસ મથકે પંચાલ હિતેષકુમાર કરશનભાઇ, પંચાલ કરશનભાઇ ત્રિભુવનભાઇ અને પંચાલ હિરાબેન કરશનભાઇ રહે. મહેસાણા મૂળ.ગોતરકા સામે દુષ્પ્રેરણ ફરિયાદ નોંધાઇ હતી. તેની તપાસ અધિકારી પીઅેસઅાઇ જે.અાર.શુકલાઅે હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.