પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર પડેલા કચરાના ઢગલાઓ તેમજ આકસ્મિક મૃત્યુ પામતા પશુઓના મૃતદેહ ટ્રેક્ટરમાં ભરીને ગંદકી અને રોગચાળોના ફેલાય તે રીતે શહેરથી દૂર યોગ્ય સ્થળે નિકાલ કરવાના બદલે શહેરના માખણીયા પરા વિસ્તારમાં જવાના રસ્તા ઉપર જ કર્મચારીઓ દ્વારા કચરાના મોટા ઢગલાઓ કરી દેવામાં આવી રહ્યા છે. તેમજ પશુના મૃતદેહ પણ જાહેર રસ્તા ઉપર ફેંકી દેવામાં આવ્યા હતા.
આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યા મુજબ બુધવારે પડેલા ભારે વરસાદને લઇ કચરાના મોટા ઢગલાઓ તેમજ મૃતદેહ પાણીમાં ફોગાઈને રસ્તાની વચ્ચે જ આડા થઈ જતા લોકોને રસ્તા ઉપરથી પસાર થવું ભારે મુશ્કેલ પડ્યું હતું. આ માખણીયા વિસ્તારમાં ખેડૂત પરિવારો રહેતા હોય વાહનો લઈને અવર-જવર કરતા હોય રસ્તા ઉપર કચરાના ઢગલાઓ આડસ બનતા ફસાઈ ગયા હતા. પાલિકા દ્વારા સત્વરે આવા બેદરકારી પૂર્વક સફાઈ કામગીરી કરતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા અને પશુઓના મૃતદેહને કચરાનો યોગ્ય સ્થળે જ નિકાલ કરવા માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.