હનુમાન જયંતિ:પાટણના મંદિરોમાં હનુમાન જયંતિની હર્ષોલ્લાસ પૂર્ણ ઉજવણી કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • મંદિરોમાં સુંદરકાંડ અને મારુતિ યજ્ઞ યોજાયો

પાટણ શહેરના હનુમાનદાદા મંદિર પરિસર ખાતે શનિવારે હનુમાન જયંતિના પવન પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ હતી. ત્યારે શહેરના કેટલાક મંદિરોમાં મંદિરોમાં સુંદરકાંડ અને મારુતિ યજ્ઞ યોજાયા હતા.

શહેરના પંચમુખી હનુમાનજી મંદિર, ગુણવત્તા હનુમાન મંદિર,છબીલા હનુમાન મંદિર, કલ્યાણ મારુતિ હનુમાનજી અને ભીડભંજન હનુમાન ,રંગીલા હનુમાન,બાલા હનુમાન, ગુણવત્તા હનુમાનજી, હનુમાન ,જલારામમંદિર હનુમાન,સિદ્ધનાથમંદિર સ્થિત હનુમાન સહિત અનેક હનુમાન મંદિર ખાતે દાદાને સુંદર મજાની ફૂલો ની આગી કરાઈ સવારે આરતી અને પૂજન કરી ઉજવણી કરાઈ હતી.

હનુમાનજી મંદિરોમાં વહેલી સવાર થીજ ભાવિકભક્તો હનુમાનજી દાદાના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી આમ પાટણ માં હનુમાન જયંતિની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...